Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરાઓ ફીટ કરાવાયા

દ્વારકામાં પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરાઓ ફીટ કરાવાયા

જાહેર સ્થળોએથી ગુનેગારોના સગડ સરળતાથી મળી રહેશે

- Advertisement -

ગુજરાત સાથે સમગ્ર ભારત દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક મહત્વના ધાર્મિક સ્થળો, વિશાળકાય કંપનીઓ તેમજ ફરવા-ફરવાના સ્થળો હોવાથી અહીં આવતા યાત્રાળુઓ પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોની સુરક્ષા અને સલામતી માટે જિલ્લા પોલીસ પ્રશાસન પણ ગંભીરતાપૂર્વક કામ કરી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રના હાઇટેક અભિગમ સાથે વિવિધ દિશાઓમાં લોકોને સુરક્ષા, સલામતી માટે કામગીરી કરી રહી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. જેમાં ભાણવડ ટાઉન ખાતે 27, ખંભાળિયા ટાઉન ખાતે, 18 મીઠાપુરમાં 20, કલ્યાણપુર ખાતે 11, સલાયા ટાઉન ખાતે 10 અને ઓખા ખાતે 10 સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ માટે લોક ભાગીદારીનો પણ સહયોગ લેવામાં આવ્યો છે.

ઉપરોક્ત વિસ્તારોમાં ઇન્સ્ટોલેશન કરવામાં આવેલા વિવિધ સીસીટીવી કેમેરાઓ મુખ્યત્વે જે-તે વિસ્તારના એન્ટ્રી તથા એક્ઝિટ પોઇન્ટ પર, વધુ ભીડભાડવાળી બજારોમાં તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે. જેના પર દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની બાઝ નજર રહેશે. એટલું જ નહીં, વિવિધ પ્રકારના ગુનાઓનું પગેરું મેળવવા પણ આ સીસીટીવી કેમેરાના કારણે સરળ બની રહેશે તથા પોલીસની કામગીરી ઝડપી અને વધુ સુદ્રઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular