સાત મહિનાબાદ જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાથી સતાવાર રીતે બે વ્યકિતના મૃત્યુ નિપજયા છે. છેલ્લે સપ્ટેમ્બર 2020માં જામનગર શહેરમાં કોરોનાથી 21મું મોત થયું હતું. ત્યારબાદ આજે એટલે કે, 08 એપ્રિલે જામનગર શહેરમાં અને જામનગર ગ્રામ્ય વિસ્તારમાં સતાવાર રીતે કોરોનાથી એક-એક વ્યકિતના મૃત્યુ નિપજયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ એવાં મૃત્યુ છે જેના માટે માત્ર અને માત્ર કોરોના જ જવાબદાર છે.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં સેંકડો દર્દીઓના મોત થઇ ચુકયા છે. પરંતુ આ પૈકી મોટાં ભાગના દર્દીઓના મોત માટે સિધો કરોનાને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. તેમના મોત માટે અન્ય ગંભીર પ્રકારની બીમારીઓને જવાબદાર ગણવામાં આવી છે. જેને કારણે ગઇકાલ સુધી જામનગર શહેરમાં જે મોત માટે માત્ર કોરોના જવાબદાર હોય તેવાં મોતની સંખ્યા 21 હતી. જયારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આ સંખ્યા 14 હતી. જે ગત સપ્ટેમ્બર સુધીમાં નોંધાઇ હતી. ત્યારબાદ કોરોનાને કારણે જામનગર શહેર અને જિલ્લામાં એક પણ મૃત્યુની સતાવાર નોંધ આપવામાં આવી નથી.હવે કોરોનાની બીજી લહેર જયારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને કેસની સંખ્યા રોજ નવા નવા વિક્રમો સર્જી રહી છે. ત્યારે કોરોનાથી થયેલાં સતાવાર મોત આ લહેર કેટલી ગંભીર અને ઘાતક છે. તે સુચવી રહી છે.
સાત મહિનાબાદ આજે સતાવારાઓ દ્વારા મિડીયાને આપવામાં આવતાં કોરોના સંબંધિત આંકડાઓમાં પ્રથમ વખત જ મોતની સંખ્યામાં ઉમેરો કરવામાં આવ્યો છે. લાંબાં સમયબાદ મોતનો આંકડો અપડેટ થતાં આ બાબતને અત્યંત ગંભીર ગણી શકાય તેમ છે. અત્યારસુધી સિધા કોરોનાને કારણે કોઇ દર્દીના મૃત્યુ થતાં ન હતાં. પરંતુ માત્ર કોરોનાને કારણે બે દર્દીઓના મોત શહેરીજનો માટે ચેતવણી સમાન છે. સાથે સાથે પરિસ્થિતિ કેટલી હદે વણસી છે અને કોરોના કેટલો ગંભીર છે તે બાબત પણ સુચવી રહી છે. કોરોનાની ગંભીરતાને કારણે ગઇકાલથી શહેરમાં રાત્રી કફર્યુ લાદવાની તંત્રને ફરજ પડી છે. ત્યારે નાગરિકોએ પણ હવે લાપરવાહી છોડી ગંભીરતા પૂર્વક સાવચેત થઇ જવાની જરૂર છે. અન્યતા જામનગરની કોવિડ હોસ્પિટલ આપની રાહ જોઇ રહી છે.