દેશમાં કાનૂની ચેતવણી છતા સિગારેટ સહિતનાં તંંબાકુ ઉત્પાદનો કે જેમાં ગુટખા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં વ્યસનીઓ સતત વધી રહ્યા છે અને હવે ડીસેમ્બર માસમાં તંબાકુથી નિર્મિત તંબાકુના પેક પર એક નવી ચેતવણી પ્રસિધ્ધ કરવામાં આવશે જેમાં ‘તંબાકુ દર્દનાક મોતનું કારણ બને છે’તેવી ચેતવણી દર્શાવવામાં આવશે. તંબાકુ સામે જાગૃતતા સર્જવા આ ચેતવણી આપવામાં આવશે અને વિદેશથી આયાત થતા તમાકુના ઉત્પાદનો માટે પણ આ ચેતવણી ફરજીયાત બનશે. આ માટે કેન્દ્ર સરકારે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદીતના લેબલીંગ અને પેકેજીંગમાં ફેરફાર કર્યો છે અને તે 1 ડીસેમ્બર, 2022થી લાગુ થઇ જશે.