જામનગર શહેરમાં રહેણાંક મકાનોમાંથી થતી મોબાઇલ ચોરી અટકાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં એલસીબીએ છ ચોરાઉ મોબાઇલ સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા રહેણાંક મકાનોમાંથી મોબાઇલ ચોરીના બનાવો વધી ગયા હતાં અને આ મોબાઇલ ચોરી અટકાવવા માટે પોલીસ વડા દ્વારા પ્રેમસુખ ડેલુ દ્વારા અપાયેલી સૂચના સંદર્ભે એલસીબીના હરદીપ ધાંધલ, ફીરોજ ખફી, શિવભદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ એસ.એસ. નિનામા, પીએસઆઈ કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી, આર.બી. ગોજિયા તથા સ્ટાફ દ્વારા જામનગરના કાલાવડ નાકા બહારથી નવાજખાન અયુબખાન પઠાણ નામના શખ્સને દબોચી લઇ તેની પાસેથી રૂા.30500 ની કિંમતના છ નંગ ચોરાઉ મોબાઇલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી.