કાલાવડ તાલુકાના માખાકરોડથી દડવી જવાના માર્ગ પરથી બાઈક પર પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની નવ બોટલો મળી આવતા પોલીસે રૂા.29,500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના માખાકરોડથી દડવી જવાના માર્ગ પરથી જીજે-10-એલડી-8858 નંબરના એકટીવા બાઈક પર પસાર થતા કિરીટ માધવ વણાર (રહે. અનિડા, તા. કોટડાસાંગાણી) નામના શખ્સને આંતરીને પોલીસે તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.4500 ની કિંમતની દારૂની 9 બોટલો મળી આવતા રૂા.29500 ની કિંમતની દારૂની બોટલો અને બાઇક કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.