જામનગરમાં બેડી વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતાં બે શખ્સોને જામનગર એસઓજીએ રૂા.13,400ની રોકડ તથા રૂા.5000ની કિંમતના મોબાઇલ સાથે ઝડપી લીધાં હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગરમાં બેડી વિસ્તારમાં આઝાદ ચોક પાસે જાહેરમાં વર્લી મટકાના આકડાં લખી પૈસાની હારજીત કરતાં હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે રેઇડ દરમ્યાન એઝાઝ રઝાકભાઇ દલ તથા બશીર સુલતાનભાઇ ખીરા નામના બે શખ્સોને રૂા.13,400ની રોકડ, રૂા.5000ની કિંમતનો એક મોબાઇલ તથા વર્લી મટકાનું સાહિત્ય મળી કુલ રૂા. 18,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.