રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય દેશભરમાં રોડ અકસ્માતોનો ભોગ બનેલા લોકો માટે કેશલેસ મેડિકલ સારવાની સુવિધા શરૂ કરવાની યોજના ધરાવે છે. ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી 3-4 મહિનામાં આવી યોજના દાખલ કરવાની તૈયારી થઈ રહી છે.રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે સેક્રેટરી અનુરાગ જૈને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે ફ્રી અને કેશલેસ મેડિકલ સારવાર નવા મોટર વ્હિકલ એક્ટ 2019નો ભાગ છે. કેટલાક રાજ્યોએ તેનો અમલ કર્યો છે પણ આગામી સમયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દેશભરમાં તેને લાગુ કરશે. જૈનના જણાવ્યા અનુસાર યોજનાનો હેતુ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નજીકની હોસ્પિટલમાં અકસ્માત પીડિતોને સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, આવી કેશલેસ સારવાર રોડ અકસ્માત પીડિતોને એમવી એમેન્ડમેન્ટ એક્ટમાં દર્શાવ્યા મુજબ ‘ગોલ્ડન અવર’ સહિતના સમયમાં આપી શકાશે.‘ગોલ્ડન અવર’ એટલે અકસ્માત પછીનો પહેલો કલાક, જે વ્યક્તિની સારવારમાં બહુ મહત્વ ધરાવે છે. આવા સમયે ઝડપી સારવાર અકસ્માતનો ભોગ બનેલાનો જીવ બચાવી શકે છે.
રોડ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, માર્ગ સુરક્ષાના શિક્ષણ અને જાગૃતિ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય શાળા અને કોલેજોના અભ્યાસક્રમમાં રોડ સેફ્ટીને સામેલ કરવા સંમત થયું છે. વાહન સંબંધી એન્જિનિયરિંગમાં પણ ઘણા પગલાં લેવાયા છે. જેમાં સીટ બેલ્ટનું રિમાઇન્ડર અને ભારત ગઈઅઙના પ્રારંભનો સમાવેશ થાય છે. આઇઆરટીઇના પ્રેસિડેન્ટ રોહિત બાલુજાએ જણાવ્યું હતું કે, ઇવેન્ટમાં ભાગ લેનારા નિષ્ણાતો ડ્રાઇવરના પ્રમાણપત્ર રોડ ક્રેશના નિદાન માટે કોડ નિર્ધારિત કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.