જામનગર શહેરમાં વિરલબાગ પાછળ આવેલી લખપતી કોલોનીમાં ફલોરમીલમાંથી અજાણ્યા તસ્કરે બારીમાંથી હાથ નાખી પડેલી પેટીમાંથી રૂા.16,500 ની રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગીતા મંદિર પાસે મહાવીર સોસાયટીમાં રહેતાં શૈલેષભાઈ મણિલાલ રવિભાણ નામના યુવાનની વિરલબાગની પાછળ લખપતી કોલોનીમાં આવેલી દતાત્રેય ફલોરમીલમાં ગત તા. 15 ની રાત્રિના 10 વાગ્યાથી તા.16 ના સવારે 7-45 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરે ફલોરમીલની બારીમાંથી હાથ નાખી બારી પાસે રાખેલી પેટીમાંથી રૂા.16,500 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં. સવારે ફલોરમીલ ખોલ્યા બાદ ચોરીની જાણ કરવામાં આવતા પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે શૈલેષભાઈના નિવેદનના આધારે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.