જામનગર શહેરના વિરલબાગ પાસે આવેલી દતાત્રેય ફલોરમીલ નામની દુકાનની બારીમાંથી હાથ નાખી રોકડ રકમ ચોરીના બનાવમાં સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે શખ્સને દબોચી લઇ રોકડ રકમ કબ્જે કરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં વિરલબાગ પાસે આવેલા દત્તાત્રેય ફલોરમીલ ની દુકાનની બારીમાંથી હાથ નાખી અંદર પેટીમાં રહેલી રૂા.16500 ની રોકડ રકમ ચોરી થયાની ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી પી ઝા, પીએસઆઈ કે.ડી. જાડેજા, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી, સાજીદ બેલીમ સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજ અને પો.કો. મયુરરાજસિંહ જાડેજા, સાજીદ બેલીમ, હેકો ક્રિપાલસિંહ સોઢા અને પો.કો.જયદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સાત રસ્તા પાસેથી મેહુલ રમેશ દુધરેજીયા (ઉ.વ.24) નામના શખ્સને દબોચી લઇ તલાસી લેતા તેની પાસેથી રૂા.16500 ની રોકડ રકમ મળી આવતા પુછપરછ કરતા આ રોકડ રકમ ફલોરમીલમાંથી ચોરી કરી હોવાની કેફિયતના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.