જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલી ફલોરમીલમાંથી તસ્કરોએ બારીના સળિયા ઉંચા કરી રોકડ રકમની ચોરી કરી ગયા હતા.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં આવેલી કિસ્મત ફલોર મીલમાં રાત્રિના સમયે દરમિયાન અજાણ્ા તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ બારીના સળિયા તોડી અંદર પ્રવેશ કરી ટેલબના ખાનામાં રાખેલી આશરે 30 હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ અંગે ફલોરમીલના માલિક દ્વારા જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ સીસીટીવી ફુટેજ મેળવ્યા હતાં. જેમાં ત્રણ ટાબરીયાઓ નજેર પડતા હતાં જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.