જામનગર શહેરના ચાંદીબજારમાં વારિયાના ડેલા વિસ્તારમાં રહેતો પરિવાર 16 તારીખના રાત્રિના નિંદ્રાધિન હતો તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી ખીટીમાં લટકાડેલ પેન્ટમાંથી રૂા.24 હજારની રોકડ અને યુવાનના ઓસિકા પાસેથી મોબાઇલ મળી કુલ 32 હજારની માલમતાી ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગરના ચાંદીબજાર વારિયાના ડેલામાં ગાંધીજીની પ્રતિમાની સામે રહેતાં પારશભાઈ વારિયા નામનો યુવાન ગત તા.16 ના રાત્રિના 11 વાગ્યાથી સવારે 5:45 સુધીના સમય દરમિયાન નિંદ્રાધિન હતા અને મકાન અને રૂમનો દરવાજો અંદરથી બંધ હોવા છતાં અજાણ્યો તસ્કર મકાનમાં ઘુસી રૂમમાં ખીટીમાં ટીંગાડેલ પારસના પેન્ટના ખીસ્સામાંથી રૂા.24 હજાર ની રોકડ રકમ અને રૂા. 8 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.32 હજારની માલમતા ચોરી કરી ગયા હતાં. આ અંગેની યુવાન દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.આર.ગામેતી તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. પોલીસના પ્રાથમિક તારણમાં કોઇ જાણભેદુ હોવાની આશંકાએ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
જામનગર શહેરમાં જૈન પરિવારના મકાનમાંથી રોકડ અને મોબાઇલની ચોરી
મકાન અને રૂમ અંદરથી બંધ હોવા છતાં ચોરી : પેન્ટના ખીસ્સામાંથી રૂા.24 હજારની રોકડ અને એક મોબાઇલ તસ્કરો ઉઠાવી ગયા: પોલીસ દ્વારા તપાસ