Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતરાજયમાં પલાયન કરતાં શ્રમિકો સામે કરાયેલા કેસ પાછા ખેંચાશે

રાજયમાં પલાયન કરતાં શ્રમિકો સામે કરાયેલા કેસ પાછા ખેંચાશે

લોકડાઉન દરમ્યાન કરાયેલાં 515 કેસ પરત ખેંચવાનો સરકારનો નિર્ણય

- Advertisement -

કોરોના કાળની શરૂઆતમાં દેશભરમાં લોકડાઉન વખતે હજારો શ્રમિકોએ જે તે રાજ્યમાંથી પોતાના વતનની વાટ પકડી હતી. આવા શ્રમિકો સામે નિયમોના ભંગ બદલ કેટલાક કેસો દાખલ થયા હતા. તે પૈકી 515 કેસ પરત ખેચવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હોવાનું ગૃહ અને કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનનો નિર્ણય કર્યો હતો. જેના અનુસંધાને ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિયંત્રણો લાદ્યાં હતા. જેના પરિણામે કોરોનાના પ્રથમ તબક્કામાં સંક્રમણને રોકવામાં સફળતા મળી હતી. ગુજરાત ઔદ્યોગિક રાજ્ય હોવાથી દેશભરમાંથી રોજગારી માટે લાખો પરપ્રાંતિય શ્રમિકો ગુજરાત આવે છે. આ લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય શ્રમિકોને તેમના માદરે વતન જવા માટે પણ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના સંકલનમાં રહીને ખાસ 1000થી વધુ શ્રમિક ટ્રેન અને અન્ય પરિવહનના માધ્યમથી મળી અંદાજીત 24 લાખ શ્રમિકોને તેમના વતન મોકલ્યાં હતાં. શ્રમિકોને ભોજન માટે વિના મૂલ્યે રાશન પણ પૂરૂ પાડવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન નિયમોના ભંગ બદલ જે કેસો થયા હતાં, તે આજે પરત ખેચવાનો નિર્ણય કરાયો છે.

મંત્રી જાડેજાએ કહ્યું છે કે, આ 515 કેસ હાલની સ્થિતિએ પરત ખેંચવાથી શ્રમિકોને રાહત થશે અને કાયદાકીય કામગીરીમાં પણ રાહત થશે. આ 515 કેસો પરત ખેંચવા માટે જરૂરી પ્રક્રિયા કરવા સંબંધિત પબ્લિક પ્રોસિક્યુટરને જિલ્લા મેજિસ્ટ્રેટ મારફતે જરૂરી સૂચના અપાશે અને સત્વરે નિકાલ પણ કરાશે. આ માટે સંપૂર્ણ તકેદારી પણ રાજ્ય સરકાર દ્વારા રખાશે.

- Advertisement -

કારણ કે ટ્વિટર ભારતમાં કામ કરે છે અને નાણા કમાય છે. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓ ભારતમાં કારોબાર કરવા સ્વતંત્ર છે, પરંતુ તેમણે ભારતીય બંધારણ અને કાયદાને માનવા પડશે. પંચ તે વાતથી આશ્ર્ચર્ય પામ્યુ છે કે આ પ્રકારનો પ્રતિબંધિત ક્ધટેન્ટ ઉપલબ્ધ હોવા છતા અને તેનાથી ફક્ત ભારતીય કાયદા જ નહી પરંતુ ટિવટરની પોતાની પોલિસીનો પણ ભંગ થતો હોવા છતાં હજી સુધી તેને દૂર કરવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તેણે જણાવ્યું હતું કે કમિશને ટિવટર સાથે કેટલીક પ્રોફાઇલની વિગતો શેર કરી છે, જેના પરથી પોર્નોગ્રાફિક ક્ધટેન્ટ બતાવાયું છે. તેને સપ્તાહની અંદર આ ક્ધટેન્ટ દૂર કરવા સૂચના આપી છે. આ પ્લેટફોર્મને દસ દિવસની અંદર તેણે લીધેલા પગલાંનો જવાબ આપવા કહેવાયું છે.

દિલ્હી પોલીસ દ્વારા નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટીરિયલ બતાવવાના આરોપસર કેસ નોંધી તપાસ શરુ કરી તેના પછી આ પગલું લેવાયું છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટપોર્મ ટિવટર સરકાર સાથે વિવિધ મુદ્દાને લઇને ભેખડે ભરાયું છે. તેમા જાન્યુઆરીમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન અને પછી ભાજપના કેટલાક નેતાઓની પોલિટિકલ પોસ્ટને મેનિપ્યુલેટેડ મીડિયા કહી ટેગિંગ કર્યુ તુ. કેન્દ્રએ તેના પગલે તેની ઝાટકણી કાઢી હતી. તેની સાથે ટિવટરે સોશિયલ મીડિયા કંપનીઓ માટેના નવા આઇટી નિયમોનું પાલન કર્યુ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular