Saturday, December 6, 2025
Homeરાજ્યVideo : ખંભાળિયા ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર કારમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ

Video : ખંભાળિયા ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર કારમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ

ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા ચાર રસ્તા વિસ્તારમાં આજરોજ બપોરે એક મોટરકારમાં એકાએક આગ ભભુકી ઉઠતા થોડો સમય ભય સાથે દોડધામ મચી જવા પામી હતી.

- Advertisement -

આ અંગે ફાયર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખંભાળિયામાં ચાર રસ્તા નજીક વિજય સિનેમા સામે જી.જે. 10 ડી.ઈ. 6202 નંબરની એક અર્ટીગા મોટરકાર ચાલુ હાલતમાં હતી, ત્યારે એકાએક આ કારમાં આગ ભભુકી ઉઠી હતી. કારમાં આગ લાગતા ચાલકે સમય સૂચકતા વાપરીને બ્રેક મારી, કારને એક સાઈડમાં થંભાવી દીધી હતી અને સલામત રીતે બહાર નીકળી ગયો હતો.

- Advertisement -

આ અંગેની જાણ અહીંના ફાયર સ્ટાફને કરવામાં આવતા ફાયર સ્ટાફના મનસુખભાઈ મારુ, નિમેષભાઈ, શિવરાજસિંહ ઝાલા અને જયપાલસિંહ જાડેજાએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સદભાગ્યે કારમાં લાગેલી આ આગથી કોઈ જાનહાની થવા પામી ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular