સલાયાના માલવાહક જહાજ અને તેના 11 ખલાસીઓ ભારતીય તટરક્ષક દળ દ્વારા ઓખા લઇ જઈ સુરક્ષા એજ્ન્સીઓ દ્વારા પૂછપરછ કરતા ચકચાર જાગી હતી. સલાયાના ફેઝ-એ-નુર સુલેમાની નામના જહાજને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા જહાજમાં સવાર 11 ખલાસીઓ સાથે ઓખા લઇ જવાયા હતા. તાજેતરમાં ઓમાનના દરિયામાં ડૂબેલા સલાયાના જ અન્ય એક વહાણના ૧૩ ખલાસીઓ પણ આ જ માલવાહક જહાજમાં હોય તમામની પ્રાથમિક પુછપરછ હાથ ધરાઈ હતી. ઓખા બંદર ખાતે ભારતીય કોસ્ટગાર્ડ સાથે નવી, ઈન્ટેલીજન્સ બ્યુરો, દેવભૂમિ દ્વારકા જીલ્લા એસ.ઓ.જી અને okha સ્થાનીય પોલીસ સહીત ની સુરક્ષા એજ્ન્સીઓ આ પૂછપરછમાં જોડાયા હતા. પૂછપરછ ક્યાં મુદ્દે ચાલી રહી છે તેની વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરાઈ નથી.


