જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફુડ શાખાની ટીમો દ્વારા ફળ-ફ્રૂટ, શાકભાજી વિક્રેતાઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથધરવામાં આવી હતી. અને આ કામગીરી દરમ્યાન 2500 કિલો કાર્બાઇડયુકત પપૈયાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં હાલ કોરોના મહામારીની સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને આ મહામારી અટકાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મહાનગર પાલિકાના કમિશ્નર સતિષ પટેલની સુચનાથી ફુડ શાખા દ્વારા શહેરની સુભાષ શાકમાર્કેટ પાસે ફળ-ફ્રૂટના વેપારીઓને સ્વચ્છતા અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવાની સૂચના આપી હતી. તેમજ હાલની કપરી પરિસ્થિતિમાં છૂટક રેકડી ધારકોને મર્યાદીત નફો રાખી વેચાણ કરવાની સૂચના અપાઇ હતી. તેમજ આ સૂચનાનું ઉલ્લંધન કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ફૂડ શાખા દ્વારા ચેકીંગ દરમ્યાન 2500 કિલો પપૈયા કાર્બાઇડયુકત મળી આવતાં જીજે.03.ડી.ડબ્લ્યુ 3887 નંબરની બોલેરો ગાડીમાં લઇ જઇ ડમ્પીંગ સાઇટ પર નિકાલ કરવામાં આવ્યો હતો અને સ્થળ પર જ 1000 નો દંડ વેપારી પાસેથી વસૂલવામાં આવ્યો હતો.
જયારે હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર આવેલાં ઇરફાનભાઇ (નુરી ફ્રુટવારા), મકુકેશકુમાર ગોપાળદાસ (એમ. જી.ફ્રુટ), નંદલાલ ખટમલ (એન. કે.ફ્રુટવારા), ઇકબાલ મહમદ યુસુફ, ઇસ્માઇલ આમદ, આમદભાઇ (ભારત ફ્રુટ), કૌશલ ફ્રુટ તથા નુરી પાર્ક ચોકડી વિસ્તારમાં આવેલ આમીનભાઇ ફ્રુટવારા તેમજ સટ્ટાબજાર માં અબુભાઇ ફ્રુટવારા, યુસુફભાઇ ફ્રુટવારા, મજીદભાઇ કેરીવારા, બલીરામ ઓધવરામ ફ્રુટવારા અને લધારામ ફ્રુટવારા(કેરીવારા) સહિતના વેપારીઓને સ્વચ્છતા મામલે અને કેરી કાર્બાઇડયુકત નહીં પકાવવાની સુચના આપવામાં આવી હતી.