જમ્મુ કાશ્મીરના કિસ્તવાડના મારવાહ વિસ્તારમાં સાંજના પાંચ વાગ્યે એક કાર રોડ પરથી સરકીને ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં 8 લોકોના મોત થયા હતા તથા કેટલાક ઘાયલ થયા હતા. કિશ્તવાર એસએસપી શફકત હુસેન બટ્ટે આ અકસ્માતમાં આઠ જાનહાનિની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, તપાસ ચાલી રહી છે.મારવાહ વિસ્તારમાં દુર્ભાગ્યપૂર્ણ ટાટા સુમો માર્ગ અકસ્માતના સમાચાર મળ્યા પછી હમણાં જ ડીસી ડો.દેવાંશ યાદવ સાથે વાત કરી. 8 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે, અન્ય વ્યક્તિઓને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે. તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.