Tuesday, January 7, 2025
Homeરાજ્યગુજરાતપાટનગરના રહેવાસીઓને મોજ પડી જશે: ભાજપાના ચૂંટણી ઢંઢેરામાં વચનોની લ્હાણી

પાટનગરના રહેવાસીઓને મોજ પડી જશે: ભાજપાના ચૂંટણી ઢંઢેરામાં વચનોની લ્હાણી

ગાંધીનગરના પ્રત્યેક ઘરના નળોમાં 24 કલાક પાણી

- Advertisement -

ગાંધીનગર મનપાની આગામી ત્રણ ઓકટોબરે ચૂંટણી યોજાવાની છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ ભાજપ દ્વારા ચૂંટણીઢંઢેરો (સંકલ્પ સિદ્ધિ પત્ર) જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગાંધીનગરને દેશનું પ્રથમ ક્રમાંકનું સ્માર્ટસિટી બનાવવાના વચન સહિત વચનોની લહાણી કરવામાં આવી છે.

- Advertisement -

ગાંધીનગર મનપાની ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ચૂંટણીઢંઢેરા જાહેર કરી ચૂકી છે. ત્યારે ભાજપ દ્વારા પણ ચૂંટણીઢંઢેરો જાહેર કરાયો છે, જેમાં મહત્ત્વના મુદ્દાઓ પર નજર કરીએ.

મહાનગરપાલિકામાં ચાલુ વર્ષે જીપીએસસી/ગૌણસેવામાં ચાલુ ભરતીપ્રક્રિયા ઝડપી પૂર્ણ કરી સ્ટાફની ભરતી કરવામાં આવશે, નવા વિસ્તારોનાં કામકાજને પહોંચી વળવા માટે જરુરી નવું મહેકમ તાત્કાલિક મંજૂર કરી નવી ભરતીની જાહેરાતો કરવામાં આવશે તથા રોજગારી ઊભી કરવામાં આવશે, નવી ટીપીના રોડ રસ્તા પહોળા કરી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામા આવશે, મિલકતવેરા, વેપાર/ધંધાની જગ્યાના વેરાની નવેસરથી સમીક્ષા કરી યોગ્ય કરવામાં આવશે.-ગાંધીનગર શહેર, મનપાના તમામ ટીપી વિસ્તાર તથા પેથાપુર નગરપાલિકામાં જેવી સુવિધાની જરુરિયાત હશે એ પ્રમાણે આયોજનબદ્ધ કામ કરવામાં આવશે, સ્માર્ટસિટી ગાંધીનગર અને મુખ્યમંત્રી અમૃત યોજના હેઠળ ગાંધીનગર શહેરના નાગરિકો માટે 24 કલાક પીવાના પાણીની યોજનાનો શુભારંભ, ગાંધીનગર દેશનું સૌપ્રથમ 24 કલાક પાણી આપતું શહેર બનશે.

- Advertisement -

ચૂંટણીઢંઢેરો જાહેર કરતા ભાજપના નેતા અમિત ઠાકરે જણાવ્યું હતું કે અમારો ચૂંટણીઢંઢેરો વિકાસનું સંકલ્પ પત્ર છે. ગાંધીનગરનો વિકાસ કરીને વિશ્વકક્ષાનું શહેર બનાવવા ભાજપ કટિબદ્ધ છે. નવાં ભળેલાં ગામોની અપેક્ષા પણ પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત ગાંધીનગરને દેશનું પ્રથમ ક્રમાંકનું સ્માર્ટસિટી બનાવવા ભાજપે શરૂ કરેલા પ્રયાસને કારણે તેમ જ થઈ રહેલા વિકાસનાં કાર્યોને કારણે ગાંધીનગરને નવું સ્વરૂપ મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular