Thursday, February 26, 2026
Homeરાજ્યહાલારવરવાળાના કેન્સર પીડિત યુવાને દીવાસળી ચાંપી જાત જલાવી

વરવાળાના કેન્સર પીડિત યુવાને દીવાસળી ચાંપી જાત જલાવી

ઓખામંડળના વરવાળા વિસ્તારના યુવાનએ કેન્સરની બિમારીથી કંટાળીને અગ્નિસ્નાન કરી લેતાં મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની તપાસ આદરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ઓખા મંડળના વરવાળા વિસ્તારમાં રહેતા નીતિનભાઈ રવજીભાઈ પાણખાણીયા (ઉ.વ.42) નામના પ્રજાપતિ યુવાન છેલ્લા આઠેક મહિનાથી કેન્સરની બીમારીથી પીડાતા હતાં. આ બીમારીથી કંટાળીને તેમણે પોતાના ઘરે પોતાના હાથે પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપી લેતા તેમનું ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કપિલભાઈ રવજીભાઈ ગોહેલએ પોલીસને કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular