Saturday, December 20, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં કેન્સર કેર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ - VIDEO

જામનગરમાં કેન્સર કેર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ – VIDEO

કેન્સર કેર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ આ કોન્ફરન્સની યજમાની કરી હતી.

- Advertisement -

કેન્સર કેર ઇન્ડિયાએ કેન્સરને નાથવા માટે કામ કરતી ભારત ભરની તથા એશિયાની પાંચ સંસ્થાઓની (માલદિવ્સ, નેપાળ, ભુતાન, મોરેશિયસ, શ્રીલંકા) એપેકસ બોડી છે જામનગરની કેન્સર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ તેમાં છેલ્લા 2017 થી તેમાં મેમ્બર છે અને પેસ્ટન્ટ ડોક્ટર કલ્પનાબેન ખંઢેરીયા તેમાં તેના એક્ઝિક્યુટિવ મેમ્બર પણ છે. આ દરેક સંસ્થાઓ તેના પોતાના શહેરમાં પોતાના એરીયામાં કેન્સર પર ડાયલોસીસ અવરનેશ ટ્રીટમેન્ટ તથા પેલેટીવકેર માટે મહત્વનો ભાગ ભજવે છે. આ દરેક સંસ્થાઓના પ્રતિનિધિઓ દર વર્ષે એક જગ્યાએ ભેગા થઇ અને તેમનું સામુહિક કામ પણ નકકી કરે છે. આ કાર્યક્રમનું આ વખતે જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ તેનું યજમાન બન્યુ હતું. જામનગરમાં લાખાબાવળ ખાતે આવેલ લીલાવતી નેચર કલબ ખાતે આ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં આ સંસ્થાઓના રીપ્રેઝન્ટેટીવ એકઠા થયા હતાં. તેઓ એકબીજા સાથે નોલેજ, વિચારો, અનુભવ તથા કેન્સરનો સામનો કરવા માટેના નવીન અભિગમોની ચર્ચા કરી હતી.

- Advertisement -

જેમાં પદ્મશ્રી ડો. જે.કે. સિંહ જેવા ઓન્કોલોજીસ્ટ પણ છે તથા ગ્રાસરૂટ લેવલે કામ કરતા કર્મચારીઓ પણ છે. તેઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ડીરેકટર ડો. શશાંકભાઇ પંડયા, યુએસથી પધારેલ હિતેશભાઇ તથા કામીનીબેન ભટ્ટ કેન્સર કેર ઇન્ડિયાના પ્રમુખ દેવાશીષભાઇ, જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટના પ્રમુખ ડો. કલ્પનાબેન ખંઢેરીયા આ ઉપરાંત ભુતાનથી પણ ભુતાન કેન્સર સોસાયટીના ડેલીગેસ્ટ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular