Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપુત્રવધુ ઉપર બળાત્કારના ગુનામાં સસરાના જામીન રદ્

પુત્રવધુ ઉપર બળાત્કારના ગુનામાં સસરાના જામીન રદ્

સમાજ માટે લાલબત્તીરૂપ કિસ્સો હોવાથી ફરિયાદીના વકીલની દલિલથી અદાલતે આરોપીના જામીન ફગાવ્યા

- Advertisement -

જામનગર ખાતે કેતન સોસાયટીમાં વસવાટ કરતા કિરીટભાઈ કાનજીભાઈ ખેતાણીના પુત્ર જીજ્ઞેશભાઈ ખેતાણી સાથે લગ્ન થયેલ હોય અને ત્યારથી ફરીયાદી પુત્રવધુ તેમના પતિ સાથે સંયુક્ત પરિવારમાં વસવાટ કરતા હતા અને લગ્ન જીવન દરમ્યાન ભોગ બનનાર પુત્રવધુને સંતાનમાં એક પુત્ર થયેલ હોય ત્યારબાદ લોકડાઉનના સમયમાં ફરીયાદી પુત્રવધુના પતી બહારગામ ચાલ્યા ગયા હતાં. જેથી ફરીયાદીના સાસ-સસરા જામનગર ખાતે પુત્રવધુ સાથે રોકાવવા માટે આવેલ હતાં. લોકડાઉનનો સમય અને ત્યારબાદ સાસુ પરત સુરત મુકામે વસવાટ કરવા માટે ચાલ્યા ગયા હતા. આ દરમ્યાન એક રાત્રીના સમયે ફરીયાદી પુત્રવધુ પોતાના રૂમમાં તેમના પુત્ર સાથે સુતા હતા. આ દરમ્યાન આરોપી સસરાએ પુત્રવધુને પાણી ખાલી થયાનું જણાવતા પુત્રવધુ નીચે ગયેલ તે દરમ્યાન પાણીના ટાંકામાં જોતા હતા તે દરમ્યાન પાછળથી સસરાએ આવી કહ્યું ‘તું મને બહુ ગમે છે, તું મારી ગર્લ ફ્રન્ડ બની જા તારો પતિ તને ખુશ નથી રાખતો હું તને તેની ખામી નહી થવા દઉ’ તેમ કહી અને બળજબરી કરવા લાવ્યો હતો. ફરીયાદી પુત્રવધુ ધ્વારા છોડાવવાનો પ્રયાસ કરતા આરોપી સસરાએ ધમકીઓ આપેલ કે, બુમો પાડીશ તો ઘરમાંથી કાઢી મુકીશ અને તારા છોકરાને જાનથી મારી નખાવીશ તેવી ધમકીઓ આપી અને રૂમમાં લઈ જઈ,બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ અવારનવાર જયારે ફરીયાદી ભોગ બનનારનો પુત્ર કોઈ કામથી બહાર જાય તે દરમ્યાન ચારથી પાંચ વખત ફરીયાદી સાથે બળાત્કાર કર્યો હતો. જે ફરીયાદ દાખલ થતાં આરોપીની ધરપકડ અને જેલ હવાલે કરાયો હતો.

- Advertisement -

આરોપી ધ્વારા જામીનમુક્ત થવાની અરજીમાં વકીલ ધ્વારા દલીલો કરવામાં આવેલ કે, ફરીયાદીએ ખોટી ફરીયાદ દાખલ કરેલ છે અને ફરીયાદમાં એક વર્ષ બાદ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે અને ફરીયાદમાં કોઈ જ પુરાવો રજુ કરેલ ન હોય અને ફરીયાદી માત્ર અને માત્ર તબીયત ખરાબ હોવાની હકિક્તો જણાવેલ છે તે સંજોગો ધ્યાને લેવામાં આવે તો પણ ફરીયાદમાં પ્રથમદર્શનીય રોલ ન હોવાનું સાબીત થાય છે અને આરોપી તે સસરા છે તેમના ઉપર કોઈને કોઈ રીતે દબાણ ઘરેલું ઝઘડાઓના કારણે લાવવા ખોટી રીતે ફસાવેલ હોય અને ખોટી ફરીયાદમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.

જેની સામે સરકાર તરફે રજુઆતો કરવામાં આવેલ કે, એક પુત્રવધુના પતિ બહારગામ ગયેલ હોય, તેની મજબુરીનો ગેરલાભ લઈ અને પોતાની વાસનાનો શીકાર બનાવેલ હતો અને અવારનવાર પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને બળાત્કાર કર્યો હતો. ખુબજ સમાજ માટે આ પ્રકારનો જે ગુન્હો બનેલ છે તે ખુબ જ જધન્ય અપરાધ છે. આ પ્રકારના અપરાધીને જામીન મુક્ત કરવામાં આવશે તો સમાજમાં ખુબજ ખરાબ મેસેજ પસાર થાય તેમ હોય અને જેટલી પુત્રવધુઓ ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય તેમને પણ આ પ્રકારના આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવશે તો આ પ્રકારના સાસરાના વ્યક્તિઓ તેમનું શોષણ કરશે અને સમાજમાં આવા પ્રકારના આરોપીઓને જો મુક્ત કરવામાં આવે તો ખુબજ ખોટો મેસેજ જાય તેમ હોય, તેની સામે ફરીયાદ પક્ષ્ો રોકાયેલા વકીલ ધ્વારા લેખીતમાં વાધાંઓ રજુ કરી અને જામીન અરજીનો વિરોધ કરવામાં આવેલ હતો. તપાસ બાકી છે તેમાં આરોપી વિક્ષેપ કરશે તેવી પણ રજુઆતો કરવામાં આવેલી હતી.

- Advertisement -

આ તમામ રજુઆતો ધ્યાને લઈ અદાલતે ફરીયાદ પક્ષ્ો થયેલ રજુઆતો માન્ય ગણી અને આરોપીની જામીન અરજી રદ કરી હતી. આ કેસમાં સરકાર સાથે ફરીયાદીના વકીલ તરીકે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular