Saturday, October 19, 2024
Homeરાજ્યગુજરાતધો.10-12ની બોર્ડ પરીક્ષામાં રિપિટર છાત્રોની પરીક્ષા રદ કરો: વાલીઓ

ધો.10-12ની બોર્ડ પરીક્ષામાં રિપિટર છાત્રોની પરીક્ષા રદ કરો: વાલીઓ

- Advertisement -

જ્યારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે આ પરીક્ષા રદ્દ કરવા માટે વાલી મંડળ દ્વારા આજે સોમવારે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સીબીએસઇબોર્ડની પરીક્ષા રદ્દ કરી છે, તેમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12ના 5 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે છે તો રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવું જોઈએ. રિપિટર વિદ્યાર્થીઓમાંથી અનેક વિદ્યાર્થી 2-5 માર્કસ માટે પણ નાપાસ થયા છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પણ કર્યો હતો. સીબીએસઇ બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે છે તો ગુજરાત બોર્ડે પણ આપવું જોઈએ. તેથી અમે હવે રિપિટર વિદ્યાર્થીઓ માટે જ હાઇકોર્ટનું શરણ લેવાનું વિચાર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 25 ટકા ફી કરવામાં આવી હતી. જે આ વર્ષે પણ અમલમાં રાખ્યું છે અને 25 ટકા ફી માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ઓનલાઇન સ્કૂલ હોવાને કારણે સ્કૂલોની થતાં ખર્ચા હમણાં બંધ થયા છે. 50 ટકા ફીમાં શિક્ષકોનો પગાર અને અન્ય જરૂરી ખર્ચા સ્કૂલોમાં નીકળી જાય તેમ છે ત્યારે 75 ટકા ફી લેવી યોગ્ય નથી માટે 50 ટકા ફી માફ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. હજુ કોઈ નિર્ણય લેવાયો નથી જેથી સોમવારે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા 50 ટકા ફી માફી માટે હાઇ કોર્ટમાં પીઆઇએલ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular