ટ્રાફિકના નિમયોનું પાલન કરવું તે આપણી જવાબદારી છે. જ્યારે નિયમોનો ભંગ કરનારા સામે તેમને ચલણ કે મેમો મળે છે અને તેમને દંડ ભરવો પડે છે. તો કયાંક કોઇ ઘટના પણ બને છે જે લોકોનું જીવન બદલી નાખે છે. ત્યારે ઘણી વખત એવું જોવા મળે છે કે, રસ્તા પર વાહન ચલાવતી વખતે ઘણીવાર એવું જોવા મળે છે કે ટ્રાફિક પોલીસ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે વાહનોનું તાત્કાલિક ચલણ આપે છે.
આ દરમિયાન ઘણાં કિસ્સાઓમાં ડ્રાઈવરનું ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે પરંતુ કોર્ટના મતે, ટ્રાફિક પોલીસને કોઇપણ સંજોગોમાં ડ્રાઈવરનું ડ્રાઈવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો અધિકાર નથી. જો કે, પોલીસ ચોક્કસ પણે ડ્રાઈવિંગ લાઇસન્સ જપ્ત કરી શકે છે. તાજેતરમાં જ કલકતા હાઈકોર્ટે એક એવો ચૂકાદો આપતા કહ્યું હતું કે, ટ્રાફિક પોલીસ કર્મચારીઓને ડ્રાઈવિંગ લાઈસાન્સ જપ્ત કરવાનો રદ્દ કરવાનો અધિકાર નથી. મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 206(4) અને સંબંધિત કલમો અનુસાર પોલીસને ફકત કોઇ નક્કર કારણોસર ડ્રાઈવિંગ લાઇસન્સ જપ્ત કરવાનો અધિકાર છે. જેમાં ખતરનાક ડ્રાઈવિંગ નશામાં વાહન ચલાવવું અથવા વધુ ઝડપે વાહન ચલાવવું સામેલ છે.
કોલકતા હાઈકોર્ટે 24 જુલાઈ 2025 ના એક ચુકાદો આપ્યો હતો કે, પોલીસ અધિકારીઓ પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ જપ્ત કરવાની સતા નથી અને મોટર વાહન અધિનિયમ મુજબ તેનો ઉપયોગ ફકત સંજોગોમાં જ થઈ શકે છે. ન્યાયાધિશ પાર્થ સારથી ચેટર્જીએ જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં ડ્રાઈવિંગ લાઈસન્સ જપ્ત કરવા માટે અધિકારીઓ પાસે કેટલાંક ‘વાજબી કારણો’ હોવા જોઇએ.
કોલકતા કેસમાં એક વકીલને ટ્રાફિક પોલીસે એટલા માટે રોકયો કે તેમનું વાહન ઝડપથી ચાલી રહ્યું હતું. વકીલ સુભ્રાંસુ પાંડાએ આરોપ લગાવ્યો કે, ટ્રાફિક પોલીસે પહેલાં તેમનું ડ્રાઈવિંગ લાઇસન્સ જપ્ત કર્યુ અને પછી ઓનલાઈન પેમેન્ટને બદલે સ્થળ પર જ રોકડ ચૂકવણીની માંગણી કરી આ કેસમાં કોર્ટે અરજદાર સામે નોંધાયેલા તમામ કેસ રદ્દ કર્યો. કોર્ટે ટ્રાફિક પોલીસકર્મીને કડક ચેતવણી આપી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તમામ ટ્રાફિક પોલીસકર્મીઓને કાનુની જોગવાઈઓ અને નિયમોનું પાલન કરવા માટે તાલીમ આપવાનો નિર્દેશ કર્યો. હાઈકોર્ટે કહ્યું 1988 ના કાયદાની કલમ 2(20) મુજબ ફકત લાઇસન્સિંગ ઓથોરિટીને જ ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ અથવા રદ્દ કરવાની સતા છે. આવા કોઇપણ કિસ્સાઓમાં જો ડ્રાઈવર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાય તો પોલીસ ફકત તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ જપ્ત કરી શકે છે. આ પછી ડ્રાઈવિંગ લાઇસન્સ અન્ય કાનુની પ્રક્રિયા માટે ઓથોરિટીને સબમિટ કરવું પડશે.


