Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના વિવિધ ગેઈટને હેરિટેજ લુક આપવા દબાણ હટાવ ઝુંબેશ અંતિમ ચરણમાં

ખંભાળિયાના વિવિધ ગેઈટને હેરિટેજ લુક આપવા દબાણ હટાવ ઝુંબેશ અંતિમ ચરણમાં

40 હજાર ફૂટ જેટલી જગ્યા ખુલી કરાવાઈ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રજવાડાના સમયના વિવિધ ગેઈટને હેરિટેજ લુક આપવા માટે સરકાર દ્વારા ખાસ આયોજન કરી રૂપિયા સાડા ત્રણ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

- Advertisement -

સલાયા ગેઈટ, દ્વારકા ગેઈટ તથા પોર ગેઈટના દરવાજાઓ તથા આસપાસની જગ્યાને સુંદર અને આકર્ષક લુક મળી રહે તે માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ બાદ તાજેતરમાં નગરપાલિકા દ્વારા હેરિટેજના કોન્ટ્રાક્ટર તેમજ અન્ય વિભાગના સાથે રાખીને સધન રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નિયમ મુજબ અગાઉ નોટિસ પાઠવીને શરૂ કરવામાં આવેલી આ કામગીરીમાં ત્રણ દિવસ દરમિયાન આશરે 40,000 ફૂટથી વધુ જગ્યા પર ખડકી દેવામાં આવેલા દુકાન, રહેણાંક સહિતના આશરે 35 જેટલા દબાણોને પાલિકા તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે.

આટલું જ નહીં, આ સ્થળેથી કાટમાળ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. પોર ગેઈટ પાસે પાસે પાંચ જેટલા આસામીઓ દ્વારા કરવામાં આવેલું દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે એક-બે દિવસમાં પૂર્ણ થઈ જશે અને આગામી સમયમાં આ વિવિધ ગેઈટ (દરવાજાઓ)ને સુંદર રીતે હેરિટેજ લુક આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular