Friday, December 5, 2025
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળકોને કોરોનાથી રક્ષિત કરવાની ઝૂંબેશ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળકોને કોરોનાથી રક્ષિત કરવાની ઝૂંબેશ

5025 બાળકોને રસી અપાઈ

 સરકાર દ્વારા દેશભરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ ગઈકાલથી કરવામાં આવ્યો છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા બુધવારે જિલ્લાના જુદા-જુદા 143 કેન્દ્ર પર 12 થી 14 વર્ષની વયના બાળકોને કોવિડ વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત પ્રથમ દિવસે ઉપરોક્ત વય જૂથના 5025 તરુણ બાળકોને કોવિડ વેક્સિન આપવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લાની જુદી-જુદી શાળાઓમાં જઈને પણ બાળકોને આ રસી આપવામાં આવી હતી. આમ, પ્રથમ દિવસે નોંધપાત્ર સંખ્યામાં બાળકોને વેક્સિન અપાયા બાદ આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ જારી રાખવામાં આવશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા દ્વારા જણાવાયું છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular