Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોવેક્સિન બનાવવા માટે વાછરડાના સીરમનો ઉપયોગ થાય છે, ભારત બાયોટેકે કહ્યું કે...

કોવેક્સિન બનાવવા માટે વાછરડાના સીરમનો ઉપયોગ થાય છે, ભારત બાયોટેકે કહ્યું કે…

- Advertisement -

દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે રોજે વિવિધ વસ્તુઓ સતત બહાર આવતી રહે છે. ત્યારે ભારત બાયોટેકની કોવેક્સિન બનાવવા માટે વાછરડાના સીરમનો ઉપયોગ થતો હોવાનો કોંગ્રેસ નેતા દ્રારા દાવો કરવામાં આવ્યો છે જેને લઇને ભારત બયોટેકે ખુલ્લાસો કર્યો છે.

- Advertisement -

ભારત બાયોટેકે જણાવ્યું કે ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ વાયરલ રસીના નિર્માણ માટે થાય છે. તેનો ઉપયોગ સેલ્સના ગ્રોથ માટે થાય છે, પરંતુ SARS CoV2 વાઇરસના ગ્રોથ અથવા ફાઇનલ ફોર્મૂલામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભારત બાયોટેકે વધુમાં જણાવ્યું હતું કે કોવેકસીન એક સંપૂર્ણ શુદ્ધ રસી છે, જે બધી અશુદ્ધિઓને દૂર કરીને તૈયાર કરવામાં આવી છે. વાછરડાઓમાંથી સીરમ ઘણા દાયકાઓથી વિશ્વભરમાં રસી બનાવવા માટે વપરાય છે. છેલ્લા લગભગ નવ મહિનાથી સાર્વજનિક પ્લેટફોર્મ પર આ વિશેની માહિતી આપવામાં આવી રહી છે.

અગાઉ કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ જણાવ્યું હતું કે 20 દિવસથી ઓછી વયના ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કોવેક્સીન બનાવવા માટે થાય છે. જો આવું હોય તો શા માટે સરકારે પહેલા તેની જાણ ન કરી. કારણ કે તેનાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી શકતી હતી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે નવજાત વાછડાના સીરમનો ઉપયોગ ફક્ત વેરો સેલ્સને તૈયાર કરવામાં તથા વિકસીત કરવા માટે કરવામાં આવે છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular