Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત તરફ આગળ વધી આફત

ગુજરાત તરફ આગળ વધી આફત

સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શકયતા : આગામી 24 કલાક ખૂબજ મહત્વના : રાજ્ય સરકાર વધુ સતર્ક બની : ત્રણ-ચાર દિવસ ઘુમરાયા બાદ દરિયામાં જ વિખેરાઇ જવાની સંભાવનાઓ વધુ

- Advertisement -

અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય તેજ ગતિથી આગળ વધી રહ્યુ છે તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી બે દિવસ દરમિયાન પવન 35થી 45 કિમીની ની ઝડપે ફૂંકાશે. જો કે પવનની ગતિમાં વધારો જોવા મળશે અને આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિમી થવાની સંભાવના છે.

- Advertisement -

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ’બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. જિલ્લા અને તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. ત્યારે દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યુ છે. સૂત્રોએ જણાવ્યું કે હવે ‘બિપરજોય’ પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે વાવાઝોડું દક્ષિણ પ્રશ્ર્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આગામી તારીખ 11થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ મારફત કરી સમીક્ષા

- Advertisement -

હાલ બિપરજોય વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના જિલ્લાઓના ક્લેક્ટરઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરી હતી. આ વિસ્તારોમાં બીપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી બધા જ જિલ્લાઓએ કરેલા આયોજનની વિગતો મુખ્યમંત્રીએ આ બેઠકમાં મેળવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના 13 જિલ્લાઓના કલેક્ટરોને સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular