રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામગૃહ નિર્માણ, મત્સ્યઉદ્યોગ તથા ગ્રામવિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓએ ટેકાના ભાવે થઈ રહેલ ખરીદ-વેંચાણ વ્યવસ્થાઓની ચકાસણી, આવક, નોંધણી, ખેડૂતોને ચૂકવાતી રકમ વગેરે અંગે વિગતો મેળવી હતી તેમજ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાઓ અંગે ખેડૂતો સાથે વાતચીત કરી હતી. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા આવતા ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને યોગ્ય વ્યવસ્થાઓ જળવાઈ રહે તે અંગે યાર્ડના પદાધિકારીઓને સૂચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ચાલુ વર્ષ 2024-25 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા. જે અનુસાર મગફળી રૂ. 6,783 પ્રતિ ક્વિન્ટલ (રૂા. 1356.60 પ્રતિ મણ), મગ રૂા. 8,682 પ્રતિ ક્વિન્ટલ (રૂા. 1736.40 પ્રતિ મણ), અડદ રૂ. 7,400 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1480 પ્રતિ મણ) તેમજ સોયાબિન રૂા.4,892 પ્રતિ ક્વિન્ટલ (રૂા. 978.40 પ્રતિ મણ) ના ભાવે ખરીદી કરવામાં આવ રહી ે.ઉલ્લેખનીય છે કે, હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રજી્ટ્રેશન કરાવેલા ખેડૂતો પૈકી અત્યાર સુધી 1371 ખેડૂતોને ફોન કરીને મગફળીનું વેચાણ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. મંત્રીની આ મુલાકાતમાં તેમની સાથે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, અગ્રણીઓ ડો.વિનોદભાઈ ભંડેરી, કુમારપાળસિંહ રાણા, પ્રવીણસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.