Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતઆજે કેબિનેટ બેઠક, પેપર લીકના નવા કાયદા અંગે લેવાશે નિર્ણય

આજે કેબિનેટ બેઠક, પેપર લીકના નવા કાયદા અંગે લેવાશે નિર્ણય

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં જુદા-જુદા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં બજેટ સત્ર દરમિયાન રજૂ થનારા બિલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જી-20 અને પેપર લીક બાબતે નવા કાયદ પર પણ ચર્ચા થઈ શકે છે.

- Advertisement -

આજે રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં આગામી દિવસમાં જ બજેટ સત્ર યોજાવાનુ છે આ સત્ર દરમિયાન અનેક બિલો રજૂ થવાના છે. આ બેઠકમાં આ બિલો પર ચર્ચા વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત ગઈકાલે બદલાયેલા નવા જંત્રીના ભાવથી ગુજરાતભરના બિલ્ડર્સમાં નારાજગી જોવા મળી હતી તેને ધ્યાનમાં લઈને આજે બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં સોથી વધારે ચર્ચા પેપર લીક કાંડ પર બીલ બનાવવા પર થઈ હતી જેથી આ મુદ્દે પણ કોઈ નિર્ણય લેવાઈ શકે છે. આજની બેઠકમાં જી20 બેઠકની તૈયારી પર પણ ચર્ચા કરવામાં આવશે. આ પહેલા આ કેબિનેટ બેઠક આવતીકાલે યોજાવાની હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ જવાના હોવાથી બેઠક એક દિવસ પહેલા જ યોજવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular