Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયકોઈપણ સંજોગોમાં સીએએ પાછો નહીં ખેંચાય: અમિત શાહ

કોઈપણ સંજોગોમાં સીએએ પાછો નહીં ખેંચાય: અમિત શાહ

- Advertisement -

સીએએને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટુ નિવેદન આપ્યું છે.તેમરે સીએએનો વિરોધ કરતાં વિપક્ષનો અને ખાસ કરીને પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું છે કે કોઈ ગમે તે કરી લે સીએએ કાયદો પાછો નહી ખેચવામાં આવે તેમણે કહ્યું હતું કે, આપણા દેશમાં ભારતીય નાગરીકતા નિશ્ચિત કરવી અમારો સંપ્રભ અધિકાર છે અમે આ મામલે કયારેય સમાધાન નહી કરીએ. એક મુલાકાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએએ અધિસુચના પર પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીના નિવેદન પર પણ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એ દિવસો દુર નથી કે જયારે પશ્ર્ચિમ બંગાળમાં ભાજપ સતા પર આવશે અને ઘુસણખોરી રોકશે. શાહે વધુમાં કહ્યું હતું કે જો મમતા આ મુદ્દે રાજનીતી કરે છે અને આટલા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સુરક્ષા મુદાની સામે ઉભી રહે છે તો તે બહુ ખોટુ છે. મમતા તુષ્ટિકરણની રાજનીતી કરીને ઘુસણખોરીને અનુમતી આપે છે અને સીએએએનો વિરોધ કરે છે. શાહે જણાવ્યું હતું કે, શરણાર્થીઓને નાગરિકા નહી મળી તો એ લોકો તેમની સાથે નહી રહે.મમતા બેનરજીને શરણ લેવાવાળા અને ઘૂસણખોરો વચ્ચેના અંતરની નથી ખબર. અમિત શાહે કહ્યું હતું કે, સીએએ મોદી સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે અને તેને રદ કરવો અસંભવ છે તેમણે વિપક્ષી નેતાઓ પર તુષ્ટિકરણની રાજનીતીનો આક્ષેપ લગાવ્યો હતો. શાહે વિપક્ષને સવાલ કરતા પૂછયુ હતું કે શું તેમની પાસે એ અધિકાર છે કે તે તેને લાગુ કરવાનો ઈન્કાર કરી શકે?

- Advertisement -

શાહે જણાવ્યું હતું કે, તેઓ (વિપક્ષો) એ પણ સમજે છે કે તેમની પાસે આવો અધિકાર નથી. આપણા બંધારણમાં નાગરિકતાનાં બારામાં કાયદો બનાવવાનો અધિકાર માત્ર સંસદને અપાયો છે. આ કેન્દ્રનો વિષય છે રાજયનો નહિં.ઉલ્લેખનિય છે કે, કેન્દ્રે આ સપ્તાહની શરૂઆતમાં સીએએનાં કાર્યાન્વયનનાં નિયમોને અધિસૂચિત કર્યા બાદ તામિલનાડુનાં મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીન, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેરળનાં મુખ્યમંત્રી પિનારાઈ વિજયને સીએએ કાનુનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ તેમના રાજયમાં તેને લાગુ નહીં કરે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular