Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરફૂડ શાખા દ્વારા જી.જી. હોસ્પિટલના સરકારી રસોડામાંથી 22 ખાદ્યપદાર્થના નમૂના લેવાયા

ફૂડ શાખા દ્વારા જી.જી. હોસ્પિટલના સરકારી રસોડામાંથી 22 ખાદ્યપદાર્થના નમૂના લેવાયા

અક્ષર ડાઇનિંગ હોલમાં સફાઇ અને લાયસન્સના અભાવને કારણે રેસ્ટોરન્ટ ત્રણ દિવસ માટે બંધ કરાયું

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જી.જી. હોસ્પિટલના સરકારી રસોડા વિભાગમાંથી 22 જેટલા ખાદ્યપદાર્થના નમૂના લઇ પરિક્ષણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. તેમજ મુખ્ય માર્ગો પર આવેલ કોમર્શિયલ યુનિટમાં દબાણ અને ન્યુસન્સ અંગે રૂા. 5600નો દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાંચ જેટલી પેઢીઓના ફૂડ લાયસન્સ મેળવવા નોટીસ આપવામાં આવી અને બે સ્થળોએથી મિષ્ટાન તથા શાકના નમૂના લેવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગત સપ્તાહ દરમિયાન જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલના સરકારી રસોડા વિભાગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રીંગણા-બટાટાનું શાક, જીરા રાઇસ, મગ-મસાલા, દાલ ફ્રાઇ, રોટલી, સલાડ ઉપરાંત પેકિંગમાં દૂધ, ઘી, સિંગતેલ, મરચુ પાવડર, ધાણાજીરુ, હળદર, ગરમ મસાલા, હિંગ, ગાંઠીયા, સેવમમરા, મોનેકો બિસ્કીટ, પારલે-જી બિસ્કીટ, ક્રેકજેક બિસ્કીટ, 20-20 બિસ્કીટ, ચા, ફિલ્ટર સિંગતેલ સહિત 22 જેટલી ખાદ્યપદાર્થની વસ્તુઓના નમૂના લઇ વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત પટેલ કોલોની વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ધન્વંતરી ગ્રાઉન્ડ પાસે લાઇવ ઇડલી-ઢોસા ખીરુ, ડીકેવી પાસે નિસીત ઘુઘરાવારા, વસીમભાઇ સિપાઇ દાલ-વડીવાળા, હિરેનપરમાર ઘુઘરાવાળા, યશપાલસિંહ ચુડાસમા

પકોડાવાળાને લાયસન્સ મેળવી લેવા નોટીસ પાઠવી હતી. ઇન્દીરા રોડ હરિયા સકૂલ સામે આવેલ અક્ષર ફરસાણમાંથી મોહનથાળ તથા અક્ષર ડાઈનીંગ હોલમાંથી બટાટાનું શાકનો નમુનો લેવામાં આવ્યો હતો અને અક્ષર ડાઇનીંગ હોલમાં લાયસન્સ ન હોય અને યોગ્ય સફાઇનો અભાવ હોવાના કારણે હાઇજેનિક ક્ધડીશન સુધારવા/લાયસન્સ મેળવી લેવા તા. 27 જુલાઇથી ત્રણ દિવસ માટે રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -

શહેરના મુખ્ય માર્ગો પર કોર્મશિયલ યુનિટમાં દબાણ અને ન્યુસન્સ અંગે 5600નો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular