રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયામાં આગામી મહિનાના પ્રારંભમાં ધીરાણ નીતિની સમીક્ષા થશે અને અમેરિકી ફેડ દ્વારા વ્યાજદરમાં 75 બેઝીક પોઈન્ટનો વધારો થયો છે તેથી રિઝર્વ બેન્ક પણ 50 બેઝીક પોઈન્ટ વ્યાજ મોંઘુ કરશે. જેની અસર હેઠળ ડિસેમ્બર 22 સુધીમાં થાપણ અને વ્યાજદરમાં 100 બેઝીક પોઈન્ટ (1%) વધશે. અમેરિકી ફેડ દ્વારા વ્યાજદર વધારાના હવે રિઝર્વ બેન્ક માટે રેપોરેટ વધારવાનું ફરજીયાત છે અને તેની 50 બેઝીક પોઈન્ટનો વધારો થતા રેપોરેટ 5.40% થશે જે બાદ તહેવારોની સીઝનના કારણે ધિરાણ માંગ વધશે અને ધિરાણ અને વ્યાજદર બન્ને મોંઘા થશે.