Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરટેકાના ભાવે ચણાની બમણી ખરીદી કરવા રાઘવજી પટેલ દ્વારા કેન્દ્રીય કૃષિમંત્રીને રજૂઆત

ટેકાના ભાવે ચણાની બમણી ખરીદી કરવા રાઘવજી પટેલ દ્વારા કેન્દ્રીય કૃષિમંત્રીને રજૂઆત

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંઘ તોમર તથા કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોતમ રૂપાલા સાથે મુલાકાત કરી

- Advertisement -

કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંઘ તોમર તેમજ કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરસોતમભાઈ રૂપાલા સાથે મુલાકાત કરી હતી.

- Advertisement -

જેમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંઘ તોમર સમક્ષ લેખિત રજૂઆત કરેલ કે ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચણાના પાકનું અઢી થી ત્રણ ગણુ વાવેતર ગતવર્ષ કરતા વધુ થયેલ હોઈ ભારત સરકારએ ચણાનો ત્રણ લાખ વીસ હજાર ટન જથ્થો ખરીદવાની મંજુરી આપેલ છે. તે ઘણી અપૂરતી હોઈ તેમજ ચણાના પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળી રહે તે હેતુથી છ લાખ ત્રેવી હજાર ટન જથ્થો ખરીદાય તે માટેની મંજુરી લેવા માટે તેમજ સોઇલ હેલ્થ કાર્ડની યોજના અમલ માટેની રૂ.32.10 લાખ તથા સીડ વિલેઝ પ્રોગ્રામની રૂ. 60.54 લાખની ગ્રાન્ટ આપવા માટેની વિગતવાર ચર્ચા કરી રજૂઆત કરી હતી.

તેમજ કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરસોતમભાઈ રૂપાલા સાથે રાજ્યના ખેડૂત તથા પશુપાલકોના પશુઓમાં ખરવા મોવા રોગ ન ફેલાઈ તે માટેની રાજ્યની પશુઓની સંખ્યા મુજબની રસીની ફાળવણી કરવા તથા પશુપાલકોના બીમાર પશુઓને ઘર બેઠા સારવાર મળે તે માટેની ફરતા પશુ દવાખાના માટેના 125 જેટલા વાહનો ફાળવવા સહિત અન્ય અગત્યના પ્રશ્ર્નો અંગે ભારપૂર્વક ચર્ચા કરી રજૂઆત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular