Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતદાંડિયા અને ચણિયા-ચોલી ખરીદી લેજો ફટાફટ

દાંડિયા અને ચણિયા-ચોલી ખરીદી લેજો ફટાફટ

નવી ભૂપેન્દ્ર સરકાર જામનગર સહિત રાજયભરમાં નવરાત્રિની રમઝટ અને જમાવટ માટે પોઝિટીવ વિચારી રહી છે : હોસ્પિટલો સજ્જ છે અને કોરોનાની બહુ ચિંતા નથી: આરોગ્ય મંત્રી

- Advertisement -

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટયા છે. ત્યારે નવરાત્રી ઉજવાશે કે નહીં તેના પર હજુ અસમંજસની સ્થિતિ છે. જેને લઈ આરોગ્ય પ્રધાને સારા સંકેત આપ્યા છે. મંગળવારે અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત સમયે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રીની ઉજવણી લઈ સરકાર વિચારણા કરી રહી છે. આ વખતે સરકાર એવો નિર્ણય કરશે કે જેનાથી લોકોને પણ એવું ન લાગે કે તેમને બાંધી રાખવામાં આવ્યા છે. સરકાર વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે અને તે અંગેની ગાઈડલાઈન્સ પણ બહાર પાડશે.

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકો ઈચ્છે છે કે તેઓ ગરબા રમે. તેથી એવામાં જરૂરી છે કે વધુ ભીડ ન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવે. નવરાત્રી દરમિયાન મોટા મેળાવડા ન થાય અને લોકો પણ હર્ષોલ્લાસથી આ વખતે નવરાત્રી રમે તેવી આશા તેમણે વ્યકત કરી હતી. આરોગ્યમંત્રીએ કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા નહિવત છે. તેવો દાવો પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્ય સહિત દેશભરમાં મોટાપાયે વેક્સિનેશન થઈ રહ્યું છે. લોકો પણ એવું માનવા લાગ્યા છે કે કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. સીરો સર્વે પણ થઈ રહ્યા છે. તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા નહીવત છે. અને જો કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ તેને પહોંચી વળવા માટે સરકાર સજ્જ છે. ઓપીડીથી લઈ સર્જરી સુધીની સુવિધા સાથે હોસ્પિટલો સજ્જ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular