Sunday, December 22, 2024
Homeરાજ્યબુટાવદર-સંગ ચિરોડા-મોટી ભરડ-કલ્યાણપુર-શેઠ વડાળા રોડનું ખાતમુર્હત કરતા કૃષિમંત્રી

બુટાવદર-સંગ ચિરોડા-મોટી ભરડ-કલ્યાણપુર-શેઠ વડાળા રોડનું ખાતમુર્હત કરતા કૃષિમંત્રી

- Advertisement -

જામજોધપુર તાલુકાના બુટાવદર-સંગ ચિરોડા-મોટી ભરડ-કલ્યાણપુર-શેઠ વડાળા રોડનું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કલ્યાણપુર ખાતે ખાતમુર્હત કર્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ૧૭.૪૦ કિ.મી.ની લંબાઇ ધરાવતો આ માર્ગ ૧૫૭.૪૮ લાખના ખર્ચે નિર્માણ થનાર છે. આ રોડના નિર્માણ થકી બુટાવદરથી મોટી પાનેલી જતા રાહદારીઓની સુવિધામાં ઉમેરો થશે તેમજ અવર-જવરમાં થતી ટ્રાફિકની મુશ્કેલીઓ દૂર થશે.

- Advertisement -

વધુમાં આ રોડ પર આવતા મોટી ભરડ ગામે સરકાર દ્વારા ૫૫ મીટરની લંબાઈનો બ્રિજ મંજુર કરવામાં આવ્યો છે જેની સાથે જરૂરી પ્રોટેક્શન દિવાલ તથા એપ્રોચ રસ્તો કે જેને સંગચિરોડા ગામને જોડતી મિસિંગ લંબાઇ સાથે કુલ ૩૬૨.૬૬ લાખની તાંત્રિક મંજૂરી મળી  છે. તેમજ કામનું ડી.ટી.પી.પણ મંજૂર કરી દેવામાં આવ્યુ છે. તેમજ શેઠ વડાળા થી કલ્યાણપુર વચ્ચેના રસ્તામાં આવતા બે કોઝવેના સ્થાને પુલ બનાવવા માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.250 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

આ તકે ધારાસભ્ય  ચિરાગ કાલરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશીભાઈ ચનિયારા, પૂર્વ મંત્રી  ચીમનભાઈ સાપરિયા, પૂર્વ ધારાસભ્ય  બ્રિજરાજસિંહ જાડેજા, જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ  હંસાબેન સાકરીયા, ઉપ પ્રમુખ  દેવાભાઈ પરમાર, બાંધકામ સમિતિના ચેરમેન કે.બી.આગિયા,  હર્ષદીપભાઈ સુતરિયા, જિલ્લા પંચાયત સદસ્ય  ગીરીશભાઈ ગરસર તથા અશોકભાઈ ચોવટિયા, વાસ્મોના ડિરેક્ટર  અમુભાઈ વૈષ્નાણી,  ચેતનભાઈ કડીવાર સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular