Monday, January 12, 2026
Homeરાજ્યહાલારમોટી વાવડીના વેપારી પિતા-પુત્રને મહિલા દ્વારા ધમકી

મોટી વાવડીના વેપારી પિતા-પુત્રને મહિલા દ્વારા ધમકી

કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામમાં રહેતા વેપારી યુવાને કરેલી પોલીસ અરજીનો ખાર રાખી મહિલાએ વેપારી યુવાન અને તેના પિતાને જેમ ફાવે તેમ અપશબ્દો કહી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા ભાવેશના પિતા વિઠ્ઠલભાઈ પાનસુરીયાએ થોડા દિવસ અગાઉ મગન ચોવટીયા વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ અરજીનં મનદુ:ખ રાખી સોમવારે સવારના સમયે મગન ચોવટીયાની પત્ની વનીતાબેન ચોવટીયાએ ભાવેશ પાનસુરીયા નામના યુવાનના ઘરે જઇ ભાવેશ તથા તેના પિતા વિઠ્ઠલભાઈને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભાવેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી. વી. છૈયા તથા સ્ટાફે મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular