કોરોના સંક્રમણને પગલે ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફયુની સાથે આંકરા નિયત્રણો લાદવામાં આવ્યા હતાં. જે આજે પુર્ણ થવા જઇ રહ્યા હતાં. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. આવતીકાલથી રાજયમાં વેપારીઓને સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી વેપાર-ધંધા માટે મંજૂરી આપવામાં આવી છે. જયારે બપોરે 3 વાગ્યાબાદ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. જોકે, જામનગર સહિત 36 શહેરોમાં રાત્રી કર્ફયુ યથાવત રહેશે.
ગુજરાતમાં 36 શહેરોમાં નાઈટ કરફ્યૂની સાથે સવારે પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જેનો સમયગાળો આજે પૂરો થતો હતો. તેવામાં બીજી બાજુ થોડા દિવસોથી રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા હવે પ્રતિબંધોમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. અને હવે આવતીકાલથી સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધો દુકાનો ખુલ્લી રાખી શકાશે. લારી, ગલ્લા, વેપારીઓને ધંધો કરવા છૂટછાટ આપવામાં આવી છે. 27મે સુધી નવી ગાઈડલાઈન અમલી રહેશે.
અમરેલીના પીપાવાવ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાંના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન રાજ્યમાં આંશિક લોકડાઉનમાં છૂટછાટની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે હવે રાજ્યના 36 શહેરોમાં જ્યાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા ત્યાં હવે વેપારીઓ સવારના 9થી બપોરના 3 વાગ્યા પા દુકાનો ખુલ્લી રાખી શકશે, અને બપોરે 3 વાગ્યા પછી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
રાજયમાં આવતીકાલથી સવારે 9 થી 3 વાગ્યા સુધી વેપાર-ધંધાને મંજૂરી
36 શહેરોમાં રાત્રી કફર્યુ યથાવત