Tuesday, January 13, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં રહેણાંક મકાનમાં તસ્કરી: દાગીના, રોકડની ચોરી

ખંભાળિયામાં રહેણાંક મકાનમાં તસ્કરી: દાગીના, રોકડની ચોરી

ખંભાળિયામાં હરસિધ્ધી નગર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ નટવરલાલ મર્દાનિયા નામના 45 વર્ષના યુવાનના મકાનમાં ત્રણેક દિવસ પૂર્વે તસ્કરોએ રાત્રિના સમયે ત્રાટકી, આ મકાનના દરવાજાનો નકુચો તોડીને અહીં બેડરૂમમાં રાખવામાં આવેલા કબાટનું તાળું તોડી પાડ્યું હતું. આ કબાટમાં રહેલી તિજોરીમાંથી સોનાના ત્રણ ચેન, સોનાનું બિસ્કીટ તથા પર્સમાં રાખવામાં આવેલા રૂપિયા 2,000 રોકડા ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

- Advertisement -

આમ, દાગીના રોકડ, સહિત કુલ રૂપિયા 72 હજારના મુદ્દામાલની ચોરી થવા સબબ ખંભાળિયા પોલીસે ભાવેશભાઈ વાણંદની ફરિયાદ પરથી આઈપીસી કલમ 454, 457 તથા 380 મુજબ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular