ખંભાળિયાના વ્યાસ પરોઠા હાઉસ પાસે વિજય હાઈસ્કૂલની બાજુમાં રહેતા જયસુખભાઈ હરદાસભાઈ નકુમ નામના 42 વર્ષના યુવાનના રહેણાંક મકાનમાં સોમવારે રાત્રિના દસ વાગ્યાથી મંગળવારે સવારના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ અનઅધિકૃત રીતે પ્રવેશ કરી, તેમના ઘરના રૂમમાં રહેલા કબાટમાંથી રૂપિયા 9,000 રોકડા રૂપિયા 8,500 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 17,500 નો મુદ્દા માલચોરી થવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.