Monday, December 23, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડેથી શોર્ટ કવરિંગ દ્વારા તેજી તરફી માહોલ...!!

ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડેથી શોર્ટ કવરિંગ દ્વારા તેજી તરફી માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૩.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૨૧૬.૫૨ સામે ૪૮૮૮૧.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૫૮૬.૯૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૧૬.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૪૧.૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૮૫૮.૨૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૭૭.૦૫ સામે ૧૪૪૯૯.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૩૭૧.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૩.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૬.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૫૩.૭૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક સ્તરે યુ.એસ.ફેડરલ રિઝર્વની મીટિંગ બાદ બોન્ડ યીલ્ડમાં વધારાના પગલે વૈશ્વિક શેરબજારમાં સાવચેતી સાથે ભારતમાં ફરી કોરોના વિસ્ફોટ થતાં મહારાષ્ટ્રમાં કાબૂ બહાર પરિસ્થિતિ સાથે ગુજરાત, મધ્ય પ્રદેશ સહિતમાં વધતાં કેસોએ ચિંતામાં ફરી નાઈટ કર્ફયુ સહિતના પગલાં લેવાની પડેલી ફરજ અને ફરી લોકડાઉન જેવી પરિસ્થિતિએ દેશના અર્થતંત્ર પર માઠી અસર પડવાના એંધાણ વચ્ચે ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ ભારે બે તરફી અફડા તફડી સાથે સૉર્ટ કવરિંગ દ્વારા તેજી તરફી ચાલ જોવા મળી હતી.

- Advertisement -

વિશ્વને ફરી હચમચાવવા લાગેલા કોરોના સંક્રમણની બીજી લહેર શરૂ થઈ જતાં અને ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના પ્રમુખ રાજયોમાં ચિંતાજનક પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારાને લઈ કેન્દ્ર અને રાજય સરકારોએ તાકીદે લોકડાઉનની દિશામાં રાત્રી કર્ફયુ સહિતના અંકુશના કડક પગલાં લેવા લાગતાં અર્થતંત્ર પરની ભીંસ વધવાના અને બેરોજગારીમાં વધારો થવાના ભયને લઈ આજે ભારતીય શેરબજારમાં ભારે અફડા તફડી જોવા મળી હતી. આ સાથે યુ.એસ.ફેડરલ રિઝર્વની ગઈકાલે મીટિંગના અંતે વ્યાજ દર શૂન્ય નજીક યથાવત રાખવામાં આવતાં અને સાથે આર્થિક રિકવરી વેગ પકડી રહી હોઈ આર્થિક વૃદ્વિના આશાવાદ વચ્ચે વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૮ અને વધનારની સંખ્યા ૧૪૭૩ રહી હતી, ૨૦૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશમાં કોરોનાના કેસોમાં ફરી વધારો આર્થિક વિકાસ સંદર્ભમાં ટૂંકા ગાળા માટે ચિંતાજનક બની શકે છે અને નીતિઓ ફરી સામાન્ય બનવામાં અપેક્ષા કરતા વધુ ઢીલ જોવા મળી શકે છે પરંતુ આગામી નાણાં વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત રહેવાની ધારણાંમાં હજુ કોઈ ઘટાડો આવ્યો નથી એમ નોમુરા દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. જો કે ભારતમાં વેક્સિનેશન કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો હોવાથી નવા કેસોની અર્થતંત્ર પર મર્યાદિત અસર જોવા મળશે અને ઉદાર નાણાં નીતિ પણ અર્થતંત્ર માટે ટેકારૂપ બની રહેશે. 

દેશમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક સહિતના રાજ્યોમાં કોરોનાના કેસો ફરી માથું ઊંચકી રહ્યા છે. વર્તમાન નાણાં વર્ષનો દેશનો આર્થિક વિકાસ દર નેગેટિવ રહેવાનો અંદાજ છે. ગયા વર્ષના ઓકટોબરથી દેશમાં ઉપભોગ માગમાં વધારો થયો છે, અને રિટેલ વેચાણ પણ કોરોના પહેલાના સ્તરે જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર ફરી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાના મૂડમાં નથી. દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ સતત વધી રહી છે ત્યારે હાલના તબક્કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો અર્થતંત્ર માટે પ્રતિકૂળ એવા સખત પગલાં લેવાનું ટાળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

તા.૨૨.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૯.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૭૫૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૭૮૭ પોઈન્ટ થી ૧૪૮૦૮ પોઈન્ટ ૧૪૮૩૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૯.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૧૩૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૩૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૩૭૩ પોઈન્ટ થી ૩૪૫૦૫ પોઈન્ટ, ૩૪૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૫૫ ) :- સ્પેશિયાલીટી કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૮૩ થી રૂ.૧૭૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૮૮૫ ) :- રૂ.૮૬૦ નો પ્રથમ તેમજ રૂ.૮૪૮ ના બીજા સપોર્ટથી ટ્રેડીંગ અને ડિસ્ટ્રિબ્યુશન રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૦૯ થી રૂ.૯૧૯ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૭૫૪ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૭ થી ૭૭૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૩૨ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૪૭ થી રૂ.૫૫૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એશિયન પેઈન્ટ ( ૨૪૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૩૮૮ થી રૂ.૨૩૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૩૪૨ ) :- રૂ.૧૩૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૧૭ થી રૂ.૧૩૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અમરરાજા બેટરી ( ૮૬૮ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૯૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૪૮ થી રૂ.૮૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સન ટીવી ( ૪૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૯૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૬૪ થી રૂ.૪૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૦૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ( ૩૩૪ ) :- ૩૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૨૨ થી રૂ.૩૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular