Monday, December 23, 2024
Homeરાજ્યહાલારબેટ દ્વારકામાં શનિવારે એક જ દિવસમાં 16 દબાણો ઉપર બુલડોઝર

બેટ દ્વારકામાં શનિવારે એક જ દિવસમાં 16 દબાણો ઉપર બુલડોઝર

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા વિસ્તારમાં જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનના બીજા રાઉન્ડમાં શનિવારે એક દિવસમાં 16 જેટલા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને સાથે રાખીને બેટ દ્વારકામાં કરવામાં આવેલા સર્વે બાદ દબાણ હટાવ કામગીરી આવીરત રીતે ચલાવવામાં આવી હતી. પ્રથમ ચરણમાં આશરે પોણા બે લાખ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાયા બાદ ગત તારીખ 13 થી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં શનિવારે પણ દબાણ હટાવ કામગીરી ચાલુ રહી હતી. જેમાં ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના મકાનો દુકાનો, વંડાઓ વિગેરે મળી 16 જેટલા સ્થળો પરના દબાણ હટાવાયા હતા.

આ કામગીરીમાં શનિવારે એક દિવસમાં 19,500 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ જગ્યાની કિંમત આશરે રૂ. 43 લાખ રૂપિયા ગણવામાં આવી છે. આ ડિમોલિશન કામગીરીમાં સીટી સર્વે વિભાગ, સ્થાનિક ચીફ ઓફિસર, મામલતદાર વિગેરે પણ જોડાયા હતા. બેટ દ્વારકાના હનુમાન દાંડી રોડ, બાલાપર, પાજ રોડ વિગેરે વિસ્તારમાં ચાલી રહેલી આ કામગીરી હજુ પણ આગળ ધપે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જો કે ગઈકાલે રવિવારે આ વિસ્તારમાં નોંધપાત્ર કામગીરી થઈ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular