Wednesday, December 25, 2024
HomeબિઝનેસStock Market Newsઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં બુલરન યથાવત્...!!

ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં બુલરન યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૯.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૪૮.૪૭ સામે ૬૦૩૦૩.૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૮૮૭.૧૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨૫.૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯.૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૦૭૭.૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૫૩.૬૦ સામે ૧૮૦૮૮.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૦૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૨.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૫૩.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. ભારતીય શેરબજારમાં બુલરન યથાવત્ રહ્યુ છે. સ્થાનિક પરિબળો તેમજ ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના સાનુકૂળ સંકેતો અને ચીની રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે દેવા પર ડિફોલ્ટ થઈ શકે છે તે ભય દૂર થવાથી બજારને ટેકો મળ્યો હતો. ભારતીય શેરબજારના બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ ગત સપ્તાહે પહેલીવાર ૬૦,૦૦૦ની સપાટી કુદાવી છે અને આજે સપ્તાહના પ્રથમ દિવસે બીએસઇ સેન્સેક્સે ૬૦૪૧૨ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી કુદવીને ૧૮૦૮૮ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

- Advertisement -

વિદેશી રોકાણકારોના સતત વધી રહેલા વિશ્વાસનું પ્રતિબિંબ પાડે છે. ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સમાં અંદાજીત  ૨૫% વધ્યો છે. આ દરમિયાન મીડકપે અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઝડપી તેજી રહેતા અનુક્રમે ૪૨% અને ૫૫%નો ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન બીએસઇ ૫૦૦ ઇન્ડેક્સની ૪૨ કંપનીઓના શેરમાં ૧૫૦ થી ૩૭૦%નો ઉછાળો જોવા મળ્યો છે. તો એવા પણ કેટલીક સ્ટોક છે જેમાં રોકાણકારોને સમીક્ષાધીન સમયગાળામાં ૧૦૦થી ૧૪૯%નું રિટર્ન મળ્યુ છે. ઉપરાંત ૧૧૩ સ્ટોક્સમાં રોકાણકારોને ૫૫ થી ૯૯% સુઘીનું વળતર મળ્યુ છે. જોકે ભારતીય બજારની તેજી સામે સંભવિત કોરોના મહામારીની વધુ લહેરના જોખમ ઉપરાંત ઉંચો મોંઘવારી દર અને રિઝર્વ બેન્કની નીતિમાં ફેરફાર, જે તબક્કાવાર હશે. એવરગ્રાન્ડેની કટોકટીની પણ વૈશ્વિક બજાર પર અસર પડી શકે છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક, હેલ્થકેર, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, મેટલ અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૮ અને વધનારની સંખ્યા ૧૬૩૫ રહી હતી, ૧૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં અકલ્પનીય તેજી જોવા મળી રહી છે. શેરબજારમાં ઉછાળાને કેટલાક લોકો અર્થતંત્રમાં તીવ્ર સુધારાના સંકેત તરીકે જોઈ રહ્યા છે. પરંતુ શું શેરબજારને ખરેખર આર્થિક વૃદ્ધિના સૂચક તરીકે જોવું વ્યાજબી છે ખરું ? કારણ કે ભલે શેરબજાર ઉડાન ભરી રહ્યું હોય પરંતુ દેશમાં બેરોજગારી અને ઉત્પાદન જેવા અન્ય આર્થિક સૂચકાંકોના આંકડા કંઈક અલગ જ સંકેત આપી રહ્યા છે જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં મોટો ઉછાળો આવ્યો નથી. દેશના આર્થિક વિકાસમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ આ વિસ્તારમાં ગતિવિધિઓ વેગ પકડતી હોય તેવું લાગતું નથી.

કોવિડ-૧૯ રોગચાળાના પ્રકોપ અને વધતા ખર્ચને કારણે માંગની અસરના કારણે ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન ભારતના ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં ફરી મંદી જોવા મળી છે. આ ઉપરાંત દેશમાં શહેરી તેમજ ગ્રામીણ બેરોજગારીની સંખ્યા વધી છે. ધંધા- રોજગાર ધમધમતા થયા છે. પરંતુ અનેક લોકોની આવકને કોવિડ અગાઉની તુલનાએ ફટકો પડયો છે. આ સિવાયની અન્ય પ્રતિકૂળતાઓ પણ યથાવત્ છે. આમ, આંકડા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે ઘણું મોટું અંતર છે. પરંતુ એક સાનુકુળ પાસુ એ પણ છે કે ભારતીય શેરબજાર એકલું નથી જ્યાં જબરજસ્ત વૃદ્ધિ છે. યુ.એસ ફેડ રિઝર્વ દ્વારા ટેમ્પરિંગ પ્રોત્સાહન અને વ્યાજદરમાં વધારો કરવાના વલણ પછી વિશ્વભરના શેરબજારોમાં વધારો થયો છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારો પર પડનારી અસર પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૮.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૭.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૮૬૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૭૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૯૦૯ પોઈન્ટ થી ૧૭૯૨૯ પોઈન્ટ ૧૮૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૭.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૮૨૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૮૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૧૮૦ પોઈન્ટ થી ૩૮૦૮૮ પોઈન્ટ, ૩૭૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • બાટા ઇન્ડિયા ( ૧૭૯૫ ) :- ફૂટવેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૧૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૬૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૦૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૩૬ થી રૂ.૧૬૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૨૭૩ ) :- રૂ.૧૨૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૪૪ ના બીજા સપોર્ટથી આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૮૮ થી રૂ.૧૩૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૮૧ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૪ થી રૂ.૧૦૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત પેટ્રોલિયમ ( ૪૨૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક રિફાઇનરીઓ/ પેટ્રો-પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૩૪ થી રૂ.૪૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૬૫૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૧૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૫૪૩ ) :- રૂ.૧૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૧૭ થી રૂ.૧૪૯૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૪૯૦ ) :- ફાઈનાન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૩૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૬૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૪૪ થી રૂ.૯૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૯૮ ) :- ૮૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૮૭ થી રૂ.૭૭૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૩૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular