Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબિલ્ડર્સ-ડેવલપર્સને રાહત મળતાં મકાનો ખરીદનારાઓ લાલધૂમ

બિલ્ડર્સ-ડેવલપર્સને રાહત મળતાં મકાનો ખરીદનારાઓ લાલધૂમ

- Advertisement -

ગુજરાત સહિત દેશભરમાં બિલ્ડર અને ડેવલપરની લોબી શક્તિશાળી માનવામાં આવે છે. થોડાં થોડા સમયના અંતરે આ લોબીને અનુકુળ આવે તે પ્રકારની છૂટછાટો મળતી હોય છે. રેરા અને અન્ય નિયંત્રક સંસ્થાઓની હાજરી છતાં આ પ્રકારના બિલ્ડર અને ડેવલપર પાસેથી મકાનો ખરીદનાર વર્ગને ઘણી બધી મુશ્કેલીઓ નડતી હોય છે. આ પ્રકારના ઘણા વિવાદો સ્થાનિકથી માંડીને વડી અદાલતો સુધી ચાલતા રહેતા હોય છે.

તાજેતરમાં રેરા સંસ્થાએ બિલ્ડર તથા ડેવલપરને પોતાના પ્રોજેકટ પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપ્યો છે. રેરાના આ નિર્ણયને પરિણામે આ પ્રકારના બિલ્ડર અને ડેવલપર પાસેથી મકાનો ખરીદનારાઓ ગુસ્સે થયા છે. મહારાષ્ટ્ર કર્ણાટક તથા ઉતરપ્રદેશની સરકારોએ બિલ્ડર તથા ડેવલપરને આ પ્રકારની રાહતો આપી છે. આ અંગે મકાનો ખરીદનારાઓની રાષ્ટ્રીય સંસ્થા એફપીસીઇ(ફોરમ ફોર પિપલ્સ કલેકટીવ એફર્ટસ)દ્વારા આ રાહતો અંગે કડક પ્રતિભાવ આપવામાં આવ્યો છે. સંસ્થાએ જણાવ્યું છે કે, આ રાહતને કારણે મકાનો ખરીદનારાઓ પર નાણાંકીય તણાવ સર્જાશે.

આ સંસ્થાએ વધુમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે આ ત્રણ રાજયોની સરકારોએ આપેલી રાહતો બાબતે દરમ્યાનગીરી કરવી જોઇએ અને આ રાજયોને આદેશ આપવો જોઇએ કે,તેઓ આ રાહતો પાછી ખેંચી લ્યે. સંસ્થાએ વધુમાં જણાવ્યું છે કે, કોવિડની પરિસ્થિતિને કારણે આ અગાઉ કેન્દ્ર સરકાર આ પ્રકારની રાહતો બિલ્ડર અને ડેવલોપરને આપી ચૂકી છે. આ સંસ્થાએ એમ જણાવ્યું છે કે, સંસ્થા દ્વારા આ અગાઉ મકાનો ખરીદનારાઓ માટે રાહતની માંગણી કરવામાં આવી હતી પરંતુ આ માંગણી સંબંધિત સતાવાળઓએ સ્વિકારી નથી.

આ સંસ્થાએ વધુમાં જણાવ્યું છે કે, કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને આ ત્રણ રાજયોએ જે રાહત જાહેર કરી છે તે અનુસંધાનમાં મકાનો ખરીદનારાઓને કોઇ રાહત આપવામાં આવી નથી. આ એક પ્રકારનો અન્યાય લેખાવી શકાય એમ સંસ્થાએ જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular