Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : ફૂડ શાખા દ્વારા બરફના કારખાનામાં ચેકિંગ

Video : ફૂડ શાખા દ્વારા બરફના કારખાનામાં ચેકિંગ

- Advertisement -

ઉનાળાની સિઝનને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા હરકતમાં આવી છે. જામનગર શહેરમાં આઇસ્ક્રીમ, ફાલુદા સહિતની ખાદ્ય સામગ્રીમાં ચેકિંગ કરાયા બાદ આજરોજ બરફના કારખાનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

ઉનાળાની આકરી ગરમીને કારણે શહેરીજનો ઠંડાપીણા, આઇસ્ક્રીમ સહિતની ચીજવસ્તુઓનો વધુ ઉપયોગ કરતાં હોય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ઉનાળાની સિઝનને અનુલક્ષીને આજરોજ ત્રણબત્તી પાસે બરફના કારખાનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ ફૂડ શાખા દ્વારા આઇસ્ક્રીમ અને ફાલુદા સહિતની ખાદ્ય સામગ્રી વેચતાં કાલાવડ નાકા બહારના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે બરફના કારખાનામાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular