દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની ભાટિયા ગ્રામ પંચાયતનું બજેટ બીજી વખત નામંજૂર થયું હતું. આ ગ્રામ પંચાયતમાં અગાઉ પણ એક વખત બજેટ નામંજૂર થયું હોવાથી બીજી વખત નામંજૂર થતા પંચાયત સુપરસીડ થવાની શકયતાઓએ જોર પકડયું છે.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની ભાટિયા ગ્રામ પંચાયત દ્વારા બીજી વખત રજૂ કરાયેલું બજેટ પણ નામંજૂર થયું હતું. આ ગ્રામ પંચાયત છેલ્લાં ઘણાં સમયથી વિવાદમાં રહેલી છે. અગાઉ પંચાયત દ્વારા એક વખત બજેટ રજૂ કરાયું હતું. જે નામંજૂર થયું હતું. ત્યારબાદ થોડા સમય પછી બીજી વખત રજૂ કરાયેલું બજેટ પણ નામંજૂર થતા ભાટિયા ગ્રામ પંચાયત સુપરસીડ થવાની અને ફરીથી ચૂંટણી યોજાવાની શકયતાઓએ જોર પકડયું છે.