Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં જૂની બોલાચાલીનો ખાર રાખી યુવાનની નિર્મમ હત્યા

જામનગર શહેરમાં જૂની બોલાચાલીનો ખાર રાખી યુવાનની નિર્મમ હત્યા

પિતરાઇની બોલાચાલીમાં સમાધાન માટે બોલાચાલી થઈ : એક માસ પહેલાંની બોલાચાલીનો ખાર રાખી બે ભાઇઓ દ્વારા છરી વડે હુમલો : યુવાનનું સારવાર મળે તે પહેલાં જ મોત : મૃતકના પિતા ઘવાયા : પોલીસ દ્વારા હત્યારાઓની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં લુખ્ખાગીરી બેફામ વધતી જાય છે. નાગેશ્વર કોલોની વિસ્તારમાં એક માસ પહેલાંની બોલાચાલી અને સમાધાન થયા બાદ જૂનો ખાર રાખી સોમવારે બપોરના સમયે બે ભાઈઓએ યુવાન અને તેના પિતાને અપશબ્દો બોલી છરીના આડેધડ ઘા ઝીંકી યુવાનની હત્યા નિપજાવી હતી અને તેના પિતાને ઈજા કરી હતી. હત્યાના બનાવમાં પોલીસે બે ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગેશ્વર કોલોનીમાં રહેતાં અને પાનની દુકાન ચલાવતા મનસુખભાઈ નાથાભાઈ ઢાપા નામના પ્રૌઢ ના ભત્રીજા ગૌતમને એક માસ પહેલાં કારા નામના શખ્સ સાથે બોલાચાલી થઇ હતી. જે સંદર્ભ ગૌતમનો પીતરાઈ સંજય અને કારાના મિત્ર હિતેશ ઉર્ફે ટકો મનસુખ ઉર્ફે મના ડોણાસીયા વચ્ચે થયેલી બોલાચાલી બાદ સમધાન થઈ ગયું હતું. જેમાં સંજય અને હિતેશ ઉર્ફે ટકો મનસુખ ઉર્ફે મના ડોણાસીયા વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીનો ખાર રાખી સોમવારે બપોરના સમયે નાગેશ્વર કોલોનીમાં હિતેશ ઉર્ફે ટકો મનસુખ ઉર્ફે મના ડોણાસીયા અને તેનો ભાઈ અજય મનસુખ ઉર્ફે મના ડોણાસીયા નામના બંને શખ્સો સંજયના ઘર પાસે આવી રોડ પર ઉભા રહી અપશબ્દો બોલતા હતાં. જેથી સંજય મનસુખ ઢાપા નામનો યુવાન બહાર આવ્યો હતો. ત્યારે સંજય બહાર નિકળતા જ હિતેશ અને અજયે સંજય ઉપર છરીના આડેધડ ઘા ઝીંકી પેટમાં ગંભીર ઈજા કરી હતી. તેમજ વચ્ચે પડતા સંજયના પિતા મનસુખભાઈ ઉપર છરીનો ઘા મારી અને લોખંડના પાઈ વડે વાંસાના ભાગે હુમલો કરી મુંઢ ઈજા પહોંચાડી હતી.

બે ભાઈઓ દ્વારા કરાયેલા જીવલેણ હુમલામાં લોહી લુહાણ થઈ ગયેલા ઢાપાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. સંજયના મોત બાદ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જ્યારે મૃતકના પિતાને ઈજા પહોંચતા તેને સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ થતા પીઆઈ એચ. પી. ઝાલા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયું હતું. હત્યાના બનાવ અંગે પોલીસે મૃતકના પિતા મનસુખભાઈના નિવેદનના આધારે હિતેશ ઉર્ફે ટકો મનસુખ ઉર્ફે મના ડોણાસીયા અને તેનો ભાઈ અજય મનસુખ ઉર્ફે મના ડોણાસીયા નામના બંને શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular