Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપુત્રીને ભગાડી ગયાની શંકા રાખી યુવાનના ઘરને આગ ચાંપી

પુત્રીને ભગાડી ગયાની શંકા રાખી યુવાનના ઘરને આગ ચાંપી

- Advertisement -

જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતાં અને વેલ્ડીંગ કામ કરતાં વૃધ્ધનો પુત્ર ગામમાં રહેતી યુવતીને ભગાડી ગયાની શંકા રાખી યુવતીના પિતાએ વૃધ્ધના મકાનનું તાળું તોડી પ્રવેશ કરી આગ લગાડી ઘરવખરી સળગાવી નાખ્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતાં અને વેલ્ડીંગ કામ કરતાં રિઝવાન અબ્દુલભાઇ આમરોણીયા નામના વૃધ્ધનો પુત્ર તેના જ ગામના લતીફ જૂશબ ખફીની પુત્રીને ભગાડી ગયો હોવાની શંકાનો ખાર રાખી લતીફે વૃધ્ધ રિઝવાનભાઇને મારી નાખવાની અને ઘર સળગાવી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ વૃધ્ધ તથા તેમનો પરિવાર ઘરને તાળુ મારીને રાજકોટ જતાં રહ્યા હતાં તે દરમ્યાન શુક્રવારની મધ્યરાત્રીના સમયે લતીફ જૂશબ ખફી અને તેના મળતીયાઓએ વૃધ્ધના મકાનના તાળા તોડી તેમા પ્રવેશ કરી મકાનને આગ લગાડી દીધી હતી. આ આગમાં ઘરમાં રહેલી ઘરવખરીની ચીજ વસ્તુઓ અને રોકડ તથા દાગીના અને કપડાં મળી કુલ રૂા.2.50 લાખનો સામાન સળગાવી નાખ્યો હતો.

લાખાબાવળમાં ઘરમાં આગ લાગ્યાની જાણ કરાતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી જઇ એક ગાડીના ફાયરીંગ વડે આગને કાબુમાં લીધી હતી. રિઝવાન આમરોણીયાએ પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ જે.બી.પરમાર તથા સ્ટાફે લતીફ વિરૂધ્ધ ગુનો નોંધી ઘરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular