Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoલગ્નના ફોટોશુટ દરમિયાન દુલ્હને કર્યો સ્ટંટ : દુલ્હેરાજાનું રીએકશન જોવા જેવું -...

લગ્નના ફોટોશુટ દરમિયાન દુલ્હને કર્યો સ્ટંટ : દુલ્હેરાજાનું રીએકશન જોવા જેવું – VIDEO

- Advertisement -

- Advertisement -

આજકાલ પ્રીવેડીંગ અને પોસ્ટવેડીંગ ફોટોશૂટ અને વીડિયોનો જમાનો છે. લોકો લગ્નને યાદગાર બનાવવા માટે કોઇ કસર બાકી નથી રાખતા જુદી જુદી સ્ટાઈલમાં જુદા જુદા સ્થળો પર ફોટોશૂટ કરાવે છે. જે સોશિયલ મીડિયા પર મુકીને લોકોની લાઈકસ મેળવે છે. કયારેક કોઇ દરિયા પાસે, કોઇ રણમાં, કોઇ હિલ્સ પર ફોટોશૂટ કરાવે છે ત્યારે તાજેતરમાં એક જોડાનો ફોટોશૂટનો વીડિયો વાયરલ થયો જેમાં દુલ્હન સ્ટંટ કરે છે જે જોઇને દુલ્હેરાજા અવાક બની જાય છે.
ઈન્સ્ટાગ્રામ પર tanwarmusictighariya નામના એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં લગ્નના પ્રીવેડીંગ ફોટોશૂટ માટે વર-વધુ એક ગાર્ડનમાં પહોંચે છે. ત્યાં એકસરસાઈઝ મશીનને જોઇને વધુ ને સ્ટંટ કરવાનું મન થઈ જાય છે. અને તે એક પછી એક સ્ટંટ કરતી જાય છે. જે જોઇએ દુલ્હેરાજાનું મોઢું ખુલ્લુ ને ખુલ્લુ જ રહી જાય છે. લગ્નના જોડામાં દુલ્હનને આવા સ્ટંટ કરતા કયારેય નહીં જોયા હોય સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular