જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન દેશી દારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો કબ્જે કરી શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં જયકિશન વિનોદ રાઠોડ નામના શખ્સના મકાનમાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા ઘરમાંથી 140 લીટર દારૂ બનાવવાનો કાચો આથો, 10 લીટર દેશી દારૂ અને 5870 ની કિંમતના દારૂ બનાવવાની ભઠઠ્ઠીના સાધનો સહિત કુલ રૂા.6350 નો મુદ્દામાલ મળી આવ્યો હતો પરંતુ રેઈડ પૂર્વે જયકિશન નાશી ગયો હોય જેથી પોલીસે તેની વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.