Saturday, January 10, 2026
Homeરાજ્યકેફી પ્રવાહીની મહેફીલના રંગમાં પોલીસે ભંગ પાડયો

કેફી પ્રવાહીની મહેફીલના રંગમાં પોલીસે ભંગ પાડયો

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઈંગ્લીશ દારૂની મહેફીલ માણતા આઠ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગઢકડા ગામની સીમમાં આવેલી ખોડાભાઇ બગડાના ખેતરમાં ઈંગ્લીશ દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે પીએસઆઇ કે.વી. ઝાલા તથા સ્ટાફે રેઈડ દરમિયાન ભરત ખોડા બગડા, મુળજી ખોડા બગડા, નાજા કરશન ખરા, વિજય મુળજી ખરા, યોગેશ્ર્વર રામા બગડા, ગોવિંદ ભીખા ખરા, મુકેશ મેઘા બગડા અને સાગર મુળજી ખરા નામના આઠ શખ્સોને પોલીસે મહેફીલ માણતા ઝડપી લઇ તેમની પાસેથી અડધા લીટરની પ્લાસ્ટિકની પીળા કલરની પ્રવાહીથી ભરેલી બોટલ સાથે રંગે હાથ ઝડપી લઇ આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular