જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં રહેતાં વેપારી યુવાનની પેઢીમાં કામ કરતા બે કર્મચારીઓ દ્વારા સમયાંતરે છ માસ દરમિયાન રૂા.6.31 લાખની કિંમતનો પીતળનો સામાન ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ઓશવાળ કોલોની રણજીતનગર બી 6ની સામેના વિસ્તારમાં રહેતાં નિહારભાઈ ગલૈયા નામના વેપારી યુવાનની શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલી જીએમ ઈમ્પેક્ષ નામની પેઢીમાં કામ કરતા ઉમેદસિંહ ચૌહાણ અને ઈન્સાફ હદેખા મોહમ્મદ નામના બે શખ્સો સહિતનાએ એકસંપ કરી જુલાઇ 2023 થી છ માસ સુધીના સમય દરમિયાન સમયાંતરે પીતળનો રૂા.6,31,500 ની કિંમતનો 1500 કિલોનો જથ્થો ચોરી કરી ગયા હોવાની જાણના આધારે વેપારીએ બંને શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.